________________
૪૪
• प्रशस्त-सङ्गतदर्शनमेव सम्यग्दर्शनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/१ इदमेव तत्त्वं परमार्थः शेषः परमार्थो न भवति।
एतत्सम्यग्दर्शनम् । सम्प्रति निपाते सम्यक्शब्दे गृहीते योऽर्थस्तं भावार्थं च दर्शयति- प्रशस्तं दर्शनमिति। अविपरीतानां द्रव्यभावानां जगन्नाथाभिहितानामवलम्बिका प्रवृत्तिः रुचिलक्षणा सा प्रशस्तं दर्शनमिति, प्रशस्तमुक्तिसुखहेतुत्वात् । तथा व्युत्पत्तिपक्षाश्रितो योऽर्थस्तं कथयति- सङ्गतं वेत्यादि । नित्यानित्यसदसत्सामान्यविशेषेषु जैनप्रवचनानुसारात् तस्यैव विज्ञानस्य नयद्वयसमारोपणेन च प्रवृत्तिः सा सङ्गतमिति व्यपदिष्टा। एवं सम्यग्दर्शनशब्दावयावान्वाख्यानं कुर्वता भाष्यकृता सम्यग्ज्ञानचारित्रयोरपि काक्वा कृतम् । सम्यग्ज्ञानशब्देऽपि सम्यक्शब्दः प्रशंसार्थो निपातः समञ्चतेर्वा, ज्ञानमिति च भाव एव, एवं चारित्रमपि, स्वस्थाने च विशेषमाविष्करिष्याम इति ।।१।।
- હેમગિરા – છે જ તેવું પણ નથી, કારણ કે ચક્ષુ સ્વ-સ્થાને જ રહીને મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપને જુએ છે. પદાર્થો પાસે જવામાં ચક્ષુનું સામર્થ્ય નથી, કારણ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. શ્રોત્રાદિ ઇન્દ્રિયો તો પ્રાપ્ત થતાં અર્થની પ્રાહિકા છે. કારણ કે ચક્ષુ-મન વર્જી બાકીની ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. પરંતુ મનોવિજ્ઞાન એ ઇન્દ્રિયથી થતાં જ્ઞાનની પાછળ થનાર (ઈહા આદિરૂપ) એક વિકલ્પ છે. એથી મનોવિજ્ઞાનના ઉત્તરકાળે થનારી સર્વ ઈન્દ્રિયોની અર્થોપલબ્ધિ જ અવ્યભિચારી બને એ હકીકત જ પરમાર્થ રૂપ છે, શેષ અન્ય સકિર્યાદિ રૂપ અર્થોપલબ્ધિ પરમાર્થ નથી પણ વ્યભિચારી છે.
હવે આ “ચન પદની અંતર્ગત “સમ્યગુ” એવા નિપાત શબ્દને ગ્રહણ કરવાથી જે અર્થ થયો તેને અને તેના ભાવાર્થને દર્શાવે છે. પ્રશસ્ત એવું દર્શન તે સમ્યગ્દર્શન છે. જગતના નાથ તીર્થંકર પ્રભુએ કહેલા અવિપરીત દ્રવ્ય-ભાવોને યથાવત્ માનવાની રુચિસ્વરૂપ પ્રવૃત્તિ જ પ્રશસ્ત દર્શન કહેવાય છે. કારણ કે આવી રુચિ જ પ્રશસ્ત એવા મુક્તિ સુખમાં હેતુ છે. “સમ્ય શબ્દનો આ અર્થ અવ્યુત્પત્તિ પક્ષે જાણવો. હવે વ્યુત્પત્તિ પક્ષને આશ્રયી “સમ્ય” શબ્દનો જે અર્થ છે તેને જણાવે છે કે “સંગત = સુંદર એવું દર્શન તે સમ્યગ્દર્શન' છે. સંગત દર્શન :જિનેશ્વર પ્રભુના વચનાનુસારે વ્યવહાર અને નિશ્ચય બને નયોના આરોપણ પૂર્વક સાપેક્ષપણે નિત્ય-અનિત્ય, સતુ-અસતુ, સામાન્ય-વિશેષાદિમાં તે (જીવની) જ જ્ઞાનની રુચિરૂપ પ્રવૃત્તિ તે
સંગત દર્શન' કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન શબ્દના અવયવોની વ્યાખ્યા કરતાં ભાષ્યકારશ્રીએ 'કાકુ(વકકથન=આડકતરકથન) દ્વારા સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પણ વ્યાખ્યા કરી દીધી છે. અર્થાત જ્ઞાન માટે પણ રહેલાં સમ્યફ શબ્દમાં અવ્યુત્પત્તિ અર્થમાં પ્રશંસાર્થ (નિપાત) અને વ્યુત્પત્તિ અર્થમાં સન્ + ઉષ્ય ધાતુથી બનેલ આ રૂપ છે અને જ્ઞાન પદએ ભાવકારક અર્થમાં છે. એ રીતે ચારિત્રને પણ સમજી લેવું. આનું વિસ્તારથી વર્ણન અમે જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યાના અવસરે કરીશું. આ પ્રમાણે પ્રથમ સૂત્રની ટીકા પૂર્ણ થઈ. ૬. ત્યત . ૨. “
સતં વા ટર્શનં સ ર્જનમ મુ.મ.એ. ( ) . રૂ. વુન્યાનૈત્યર્થ: ૪ કાકુ(=કોંચપક્ષિ) સામી દિશામાં જોતો હોય ત્યારે ઘણીવાર મુખને થોડી વક્ર કરી આજુબાજુનું દશ્ય પણ અવધારી લેતો હોય છે.