________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•ओघज्ञानविमर्शः. भाष्य- प्रशस्तं दर्शनं सम्यग्दर्शनम् । सङ्गतं वा दर्शनं सम्यग्दर्शनम् । एवं ज्ञान-चारित्रयोरपि ।।१।। श्रोत्रादिपरिच्छिन्नार्थानुसन्धायि च मनोविज्ञानमनुप्रवृत्तेः । ओघज्ञानमनिन्द्रियजमेवेन्द्रियानुसारिविज्ञाननिरपेक्षम्, ‘पृष्ठत उपसर्पन्तं सर्पं बुद्ध्यैव पश्यन्तीति वचनात्', वल्ल्यादीनां नीवाद्यभिसर्पणज्ञानं क्वचिन्मनोनिरपेक्षमिति, अतस्तेषामिन्द्रियानिन्द्रियार्थानामुपलब्धिः प्राप्तिः स्वतः परतो वा तदर्थप्रकाशनोत्तरकालभाविनी ग्राह्या, न तु तेषां सर्वेन्द्रियाद्यर्थानां सन्निकर्षमात्रप्राप्तिरभिप्रेता, न च सर्वेन्द्रियाणां स्वेन विषयेण सहाऽऽश्लेषः समस्ति, यतश्चक्षुः स्वदेशस्थं योग्यदेशव्यवस्थितं रूपामारूपयति, नास्य गमने सामर्थ्यमस्ति, अप्राप्यकारित्वात् । श्रोत्रादीनि तु प्राप्तार्थग्राहीणि, प्राप्य-कारित्वात् चत्वारि, मनोविज्ञानं तु तत्पृष्टानुसारिविकल्पकम्, अतोऽव्यभिचारिणी सर्वेन्द्रियाद्युपलब्धिः,
– હેમગિરા - ભાષ્યાર્થ :- પ્રશસ્ત એવું દર્શન તે સમ્યગ્દર્શન અથવા સંગત એવું દર્શન તે સમ્યગ્દર્શન. આ રીતે જ્ઞાન અને ચારિત્ર વિશે પણ સમજવું. આથી ઇન્દ્રિયથી જણાતા અર્થનું અનુસંધાયક (આત્મા સાથે પદાર્થબોધનું અનુસંધાન કરનાર) આ મનોવિજ્ઞાન (= મન છે, તેમ ટીકામાં કહ્યું છે. ઓઘજ્ઞાન - ઈન્દ્રિયાનુસારી જ્ઞાનથી નિરપેક્ષ રહેતું અનિન્દ્રિયજ જ્ઞાન જ ઓઘજ્ઞાન કહેવાય.
જ ઓઘજ્ઞાનના બે પ્રકાર (૧) ઈન્દ્રિય નિરપેક્ષ ઓઘજ્ઞાન (૨) મનોનિરપેક્ષ ઓઘજ્ઞાન
૧) કોઈ વ્યક્તિ પાછળથી નીકળતા સર્પને બુદ્ધિ વડે જ ચક્ષુ-ઈન્દ્રિય પ્રયોગ વગર જોઈ (જાણી) લે છે. આ સંજ્ઞી પંચેન્દ્રિયને થતું ઈન્દ્રિયનિરપેક્ષ ઓઘજ્ઞાન કહેવાય. ૨) વૃદ્ધિ પામતા વનસ્પતિ (વેલડી આદિ) જ્યારે છાપરા કે નળિયાના અગ્રભાગ વગેરેનું આરોહણ કરે છે ત્યારે તે વનસ્પતિના જીવને જે તે રીતે ઓઘથી આરોહણ કરવા જરૂરી જ્ઞાન થાય છે તે મનોનિરપેક્ષ ઓઘજ્ઞાન કહેવાય. સંજ્ઞી પંચેન્દ્રિયને થતું ઓઘજ્ઞાન તે ઈન્દ્રિયનિરપેક્ષ ઓઘજ્ઞાન છે. જયારે એકેન્દ્રિયને થતું ઓવજ્ઞાન તે મનોનિરપેક્ષ ઓઘજ્ઞાન છે. આ રીતે તે ઈન્દ્રિય કે અનિદ્રિયથી થતી સ્વતઃ (સ્વયંથી થતી) કે પરતઃ (કોઈના ઉપદેશથી થતી) અર્થોપલબ્ધિ તે તે ઘટાદિ અર્થોનો પ્રકાશ મનથી થયા બાદ જ થાય છે. અને આથી જ ઘટાદિ-અર્થોનો પ્રકાશ = મનોવિજ્ઞાન થયાના ઉત્તરકાળમાં જ આ ઉપલબ્ધિ શક્ય છે, નહીં કે તે ઈન્દ્રિય અને ઘટાદિ અર્થોના સન્નિકર્ષ માત્રથી (નૈયાયિકની જેમ) અર્થોપલબ્ધિ થઈ જાય છે. એથી ઈન્દ્રિય અને અનિન્દ્રિયથી થતી અર્થોપલબ્ધિ એ (ઈન્દ્રિય+અર્થના) સગ્નિકર્ષ માત્રથી થાય છે તેવું નથી પણ મનોવિજ્ઞાન થયા બાદ જ આ ઉપલબ્ધિ થાય છે.
* સકિષજન્ય અર્થોપલબ્ધિમાં વ્યભિચાર છે વળી બીજી વાત એ છે કે બધી ઈન્દ્રિયોનું પોતપોતાના વિષયો સાથે સન્નિકર્ષ જોડાણ થાય ૨. “મનુવૃત્ત: 1. ૨. તારિ” રા.