________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• दर्शनशब्दस्य स्पष्टीकरणम् ___ भाष्य- भावो दर्शनमिति दृशेरयभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिः, एतत् सम्यग्दर्शनम् । एवं च यदा दृष्टिः प्रवर्तते तदा सम्यगिति कथ्यते । वाशब्दो विकल्पप्रदर्शनाय । एतस्मिंश्च पक्षे किलाधिगमसम्यग्दर्शनं कथितम्, यतस्तदेव प्रायोवृत्त्या द्रव्य-पर्यायनयसमालोचनेन गुरूपदेशपूर्वकमितिकृत्वा यथावदवगच्छति शास्त्राद्यभ्यासादिति । एवं सम्यक्शब्दं निरूप्य सम्प्रति दर्शनशब्दार्थकथना, यतः अनेकस्मिन् कारके च ल्युट् सम्भाव्यते करणादिके पश्यति स तेन तस्मिंस्तस्मादित्यादि, अतो विशिष्ट एव कारके भावाख्ये दृश्यत इत्याह- भावो दर्शनमिति । इष्टिर्या अविपरीतार्थग्राहिणी जीवादिकं विषयमुल्लिखन्तीव प्रवृत्ता सा सम्यग्दर्शनम् । अथ किमर्थमन्यानि कारकाणि निरस्य, भावकारकमादिदेश भाष्यकार: ? उच्यते- ज्ञानमेव तत् तादृशं मुख्यया वृत्त्या तथाऽवस्थितं, ये तु तत्र करणादिव्यपदेशाः त उपचरिता इति कृत्वा न तेष्वादर इति भावं दर्शितवान् ।
- - હેમગિરા ભાષ્યાર્થ - ભાવ અર્થમાં દર્શન પદ છે. એટલે જોવું તે દર્શન. દષ્ટિને થતી સર્વ ઈન્દ્રિય અને અનિદ્રિય અર્થોની નિર્દોષ પ્રાપ્તિ. આવું જે દર્શન તે સમ્યગ્દર્શન કહેવાય. સ્યાદ્વાદમયબોધ તે સમ્યગ્દર્શન છે. આ હકીકત અમે પાંચમા અધ્યાયમાં કહીશું. આવી સ્યાદ્વાદ (= અનેકાંત) દૃષ્ટિ જ્યારે જીવમાં વર્તે ત્યારે “સમ્યક્ (દષ્ટિ) એવો વ્યપદેશ થાય છે.
ભાષ્યમાં સમગ્વતે- નો જે “વા' શબ્દ છે તે વ્યુત્પત્તિ અને અવ્યુત્પત્તિ આત્મક બને અર્થમાં “સમ્ય” શબ્દ છે તેવા વિકલ્પને જણાવે છે. તેમાં આ વ્યુત્પત્તિ આત્મક અર્થમાં અધિગમ સમ્યગ્દર્શનનો વિકલ્પ લેવો કારણ કે આ અધિગમ સમ્યગ્દર્શન પ્રાયઃ ગુર્નાદિના ઉપદેશ પૂર્વક સમ્યફ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની પર્યાલોચના પૂર્વક શાસ્ત્રાભ્યાસથી થાય છે. અવ્યુત્પત્તિ પક્ષે નિસર્ગ સમ્યગ્દર્શનનું ગ્રહણ કરવું એમ પૂર્વે કહેવાઈ ગયું છે. આ પ્રમાણે “સમ્યગુ” શબ્દનું નિરૂપણ કરી ‘દર્શન’ શબ્દનું નિરૂપણ કરે છે.
‘ન પ્રત્યય કરણ આદિ અનેક કારકના અર્થમાં વપરાય છે. દા.ત. (જે દેખે તે દર્શન), જેના વડે દેખે તે દર્શન, જેના થકી દેખે તે દર્શન, અથવા જેમાં દેખે તે દર્શન. પ્રસ્તુતમાં ભાવ અર્થમાં અર્થાત્ “ભાવ” નામક વિશિષ્ટ કારકના અર્થમાં મન પ્રત્યય દેખાય છે. તેથી અહીં ભાવ અર્થમાં પ્રત્યય લગાડી અર્થ કરવો તે આ પ્રમાણે કે “જોવુ તે દર્શન.” પરમાર્થ એ છે કે- અવિપરીત અર્થને ગ્રહણ કરનારી દષ્ટિ કે જે જીવાદિ તત્ત્વોનો સાક્ષાત્ ઉલ્લેખ કરતી પ્રવર્તતી હોય, તેવી જે દષ્ટિ તે સમ્યગ્દર્શન છે.
પ્રશ્ન :- ભાષ્યકારશ્રીએ બીજા કારકો ન લેતા ભાવકારક અર્થ જ દર્શન શબ્દથી કેમ દર્શાવ્યો?
જવાબ :- સમ્યગ્દર્શન મુખ્ય વૃત્તિએ જોતાં એક પ્રકારનું જ્ઞાન જ છે (તીર્થકર નિર્દિષ્ટ તત્ત્વોનો સચિગર્ભિત બોધ (જ્ઞાન) તે શ્રદ્ધા કહેવાય) આ સમ્યગ્દર્શનમાં જે કરણ આદિ કારકોનો વ્યપદેશ કરાય ૬. સન્દ્રિયાર્થsitતઃ મુ. (૪). ૨. ર તત્ર થા મુ.ગ. (માં) [ રૂ. “યમ.