________________
કાયસ્થિતિ - સાંવ્યવહારિક-જેઓ અનાદિ નિગોદની અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકાયાદિમાં આવેલા છે. તેઓ દુનિયામાં દષ્ટિમાર્ગમાં આવતા હોવાથી પૃથ્વી આદિ વ્યવહારને પામ્યા, માટે તેઓ સાંવ્યવહારિક કહેવાય છે. જો કે તેઓ ફરીથી પણ નિગોદમાં જાય છે, તે પણ તેઓ વ્યવહારરાશિમાં આવેલા હોવાથી સાંવ્યવહારિક જ કહેવાય છે.
અસાંવ્યવહારિક –જેઓ અનાદિ કાળથી નિગોદાવસ્થામાં જ રહેલા છે તે કઈ વાર પણ વ્યવહારમાર્ગમાં અવેલા નહીં હોવાથી અસાંવ્યવહારિક કહેવાય છે.
અસાંવ્યવહારિક અનાદિ નિગોદ જીવરાશિમાં જીવ અનાદિકાળ રહ્યો, તેથી અનંતા પુદગલ પરાવર્ત સુધી ત્યાં રહીને જેમ પર્વતની નદીમાં રહેલે પાષાણ કેટલાક કાળે ગોળ અને લીસે થાય છે તેમ તેવા પ્રકારની ભવિતવ્યતાના વેગે, પૃથ્વી આદિ વ્યવહારરાશિમાં જીવ આવ્યા. વ્યવહારરાશિ ભ્રમણ કાળ –
उकोसं तिरियगई, असंनि एगिदि वण नपुंसेसु । ___ भमिओ आवलिय असंखभागसम-पुग्गलपरट्टा ॥ ३ ॥
અથ–તિર્યંચગતિમાં, અસંજ્ઞીમાં, એકે દ્રિયમાં, સૂકમ બાદર નિગોદ અને પ્રત્યેક એ ત્રણ જાતિની વનસ્પતિકાયમાં તથા નપુંસકપણુમાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગનો સમય જેટલા થાય, તેટલા પુદગલપરાવર્ત સુધી હું ભમ્ય.
सामन्नं सुहमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा ।
भमिओ तह पिहु सुहुमे, पुढवीजल जलण पवण वणे ॥ ४ ॥ અથ:- સૂકમપણમાં એઘથી અસંખ્ય લેકાકાશના પ્રદેશ જેટલી અવસર્પિણી સુધી હું ભમ્યો. તે જ પ્રકારે–તેટલે જ કાળ સૂક્ષમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં પ્રત્યેકમાં પણ ભમે. | ભાવાર્થ:- અસંખ્યાત લેકાકાશના જેટલા પ્રદેશો થાય તેટલી અવસર્પિણી સુધી જીવ સૂમ પૃથ્યાદિમાં ભમે છે.
ओहेण वायरत्ते, तह बायरवणस्सईसु ताउ पुणो ।
अंगुलअसंखभागे, दोसड्ढ परट्टय निगोए ॥ ५ ॥ અથ – ઓઘથી બાદરપણુમાં તથા બાદરવનસ્પતિકાયમાં અંગુલના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ અવસર્પિણી સુધી હું ભમ્ય તથા નિગોદમાં અઢી પુદગલપરાવર્તન સુધી હું ભમે.