________________
સમ્યકવસ્તવ
"एगेण अणेगाई, पयाई जो सरइ उ सम्मत्तं ।
उदए व तेलबिंदु, सो बीयरुइत्ति नायव्वो ॥ જે જીવ, ગુરુ આદિથી એકજીવાદિ પદ અથવા તેના અર્થ વિગેરે જાણીને અનેક પદેને જાણે અને તેથી સમ્યકત્વને પામે. જેમ જળમાં તેલનું બિંદુ પ્રસરે તેમ જેની બુદ્ધિ એક પદાર્થને જાણ ઘણું પદાર્થોમાં પ્રસરે, તે જીવ બીજરૂચિ.
___ "सो होइ अभिगमरूई, सुअनाणं जेण अत्थओ दिहें ।
રુવામંાઉં, પરૂત્ર રિવાળો ” “અગ્યાર અંગ, પ્રકીર્ણક પન્ના અને દૃષ્ટિવાદ એ સર્વ શ્રુતજ્ઞાન જેણે અર્થથી જાણ્યું હોય, તે અભિગમરૂચિ.
"दव्वाण सव्वभावा, सव्वपमाणेहि जस्स उवलद्धा ।
सव्वाहिं नयविहीहिं य, वित्थाररुइ त्ति नायव्वो ॥" જે જીવે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાય વિગેરે સર્વ ભાવે પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે દ્વારા અને સાત નય અને સપ્તભંગી દ્વારા જાણ્યા હોય, તે જીવ વિસ્તારરૂચિ.
"दंसण नाण चरित्ते, तव विणए सच्च समिइ गुत्तीसु ।
जो किरिया भावरुई, सो खलु किरियाई नाम ॥" જે જીવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ એ સર્વને વિષે ક્રિયા કરવાની રૂચિવાળો હોય, તે જીવ ક્રિયારૂચિ.
अणभिगहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ नायव्यो ।
अविसारओ पवयणे, अणभिगहिओ अ सेसेसु ॥" જે અનભિગ્રહીત મિથ્યાદષ્ટિ હોય, પ્રવચન સિદ્ધાંતને વિષે અકુશળ હોય અને બીજા શાને વિષે આગ્રહ રહિત હય, તે સંક્ષેપરૂચિ.
"जो अस्थिकायधम्म, सुअधम्म खलु चरित्तधम्मं च ।
सदहइ जिणाभिहियं, सो धम्मरूइ त्ति नायव्वो ॥" જે જીવ જિનેશ્વરે કહેલા ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોને, કૃતધર્મને અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે, તે ઘર્મરૂચિ. વિશુદ્ધ વ્યવહારથી સમ્યકત્વના સડસઠ ભેદ.
तिसुद्धि लिंग लक्खण, दूसण भूसण पभावगागारा ।
सद्दहण जयण भावण, ठाण विणय गुरुगुणाईयं ॥२४॥ અર્થ -ત્રણ શુદ્ધિ, ત્રણ લિંગ, પાંચ લક્ષણ, પાંચ કૂષણ, પાંચ ભૂષણ, આઠ પ્રભાવક, છ આગાર, ચાર સદ્હણ, છ જ્યણ, છ ભાવના, છ સ્થાન, દશ વિનય.