SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ પ્રકરણ રત્નાવલી જિનધર્મની શ્રદ્ધા, તે એક પ્રકારે, નિશ્ચયથી અને વ્યવહારથી બે પ્રકારે, કારક, રોચક ને દીપક અથવા ઉપશમ, ક્ષાયિક ને ક્ષયોપશમસમકિત ત્રણ પ્રકારે, ઉપશમ, ક્ષાયિક, ક્ષયે પશમ અને સાસ્વાદના ચાર પ્રકારે. ઉપશમ, ક્ષાયિક, ક્ષપશમ, સાસ્વાદન અને વેદક તે પાંચ પ્રકારે તથા દશ પ્રકારે પણ સમ્યકત્વ હોય છે, સમ્યકત્વના દશ પ્રકાર :- " निसग्गुवएसरूई, आणरुई सुत्तबीयरुइमेव । अभिगमवित्थाररुई, किरियासंखेवधम्मरूई ॥". (૧) નિસર્ગરૂચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારૂચિ, (૪) સૂત્રરૂચિ, (૫) બીજરૂચિ, (૬) અભિગમરૂચિ, (૭) વિસ્તારરૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સંક્ષેપરૂચિ, (૧૦) ધર્મચિ. દશ રૂચિનું સ્વરૂપઃ "भूअत्थेणाहिगया, जीवाजीवा य पुनपावं च । सहसम्मइइ आसव, संवरो य रोएइ निसग्गो ॥ जो जिणदिट्टे भावे, चउबिहे सद्दहाइ सयमेव । .. एमेव य नन्नहत्ति य, स निसग्गरुइ ति नायव्यो ॥" સત્ય અર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર આદિ પદાર્થો પિતાની સન્મતિથી રૂચે તે નિસર્ગરૂચિ, જે જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એમ ચાર પ્રકારના જિનનિર્દિષ્ટ ભાવેને પોતાની મેળે શ્રદ્ધા કરે–આ એમ જ છે, અન્યથા નથી એમ સહે તે નિસર્ગરૂચિ સમતિ જાણવું. छउमत्थेण जिणेण वा, उवएसरुइ ति नायव्वो ॥" જે જીવ આ જ જિનેન્દ્ર સિદ્ધાંત પદાર્થોને બીજા કેઈ છવાસ્થ અથવા સામાન્ય કેવળી વિગેરેનાં ઉપદેશથી શ્રદ્ધા કરે તે જીવ ઉપદેશરુચિ છે. “રામ-લોસો મોહો, કનાળું વણ વવાય હો ! શા પોતો, વસ્તુ શાળા નામ ” જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન એ સર્વ નાશ પામેલા છે. તે સત્ય જ બેલેએમ જાણી જેને જિનેશ્વરની આજ્ઞા રૂચેતે, આસારૂચિ. "जो सुत्तमहिज्जतो, सुएण ओगाहई सम्मत्तं । अंगेण बाहिरेण व, सो सुत्तरुइ त्ति नायव्वो ॥" જે જીવ સૂત્રને ભણતે અગ્યાર અંગ અથવા અંગબાહા એટલે બાર ઉપાંગ વિગેરે શાસથી સમ્યકત્વને પામે, તે જીવ સૂત્રરૂચિ.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy