SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી પાંચ પ્રકારે સમ્યક્ત્વ - वेयगजुअ पंचविहं, तं च तु दुपुंजखयंमितइयस्स । खयकालचरमसमए, सुद्धाणुवेयगो होइ ॥ २० ॥ અર્થ–પૂર્વે જે ચાર કહ્યાં તેમાં વેદકસમ્યક્ત્વ ગણુતાં પાંચ પ્રકારે સભ્યત્વ કહેવાય છે. તે વેદક સંખ્યત્વ મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુંજને ક્ષય કર્યા બાદ ત્રીજા સમ્યકત્વ પુજના ક્ષયકાળના છેલ્લા સમયે છેલ્લા શુદ્ધ પરમાણુનાં વેદના વખતે હાય છે. . પાંચે સમ્યકત્વને કાળઃ अंतमुहुत्तोवसमो, छावलिय सासाण वेयगो समओ। साहिय तित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥ २१ ॥ અર્થ–ઉપશમસમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ એક અંતમુહૂર્તને છે, સાસ્વાદનને છ આવલિકાને, વેદકને એક સમય, ક્ષાયિકનો મનુષ્યભવની સાથે કાંઈક અધિક તેત્રીશ સાગરોપમ અને ક્ષયે પશમને કાળ સાધિક છાસઠ સાગરેપમ છે. ક્ષપશમને તેટલે કાળ કેવી રીતે? “તો વારે વિનવાણું, તિક શરૂ કરવા . तह अइरेग नरभविय, नाणाजीवाण सव्वद्धा ॥" બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અય્યત દેવલેકમાં ગયેલાને છાસઠ સાગરોપમ થાય છે. તથા મનુષ્યભવનું આયુષ્ય જેટલું હોય તે અધિક થાય છે. તથા નાના પ્રકારના જીવોને આશ્રયિને સર્વકાળ ક્ષપશમસમકિત હોય છે. સંસારમાં ભ્રમણ કરતા જીવ આ પાંચ સમ્યકૃત્વમાં ક્યું કર્યું સમ્યકત્વ કેટલી વાર પામે? उकोसं सासायण, उपसमिया हुँति पंच वाराओ । वेयग खयग इकंसी, असंखवारा खओवसमो ॥ २२ ॥ અર્થ આખા સંસાર પરિભ્રમણમાં એક જીવને ઉત્કૃષ્ટથી સાસ્વાદ-સમ્યકત્વ અને ઉપશમસમ્યક્ત્વ પાંચ વાર હોઈ શકે છે તથા વેદકસમ્યફલ અને ક્ષાયિક સમ્યફરવા એક જ વાર પ્રાપ્ત થાય છે. તથા પશમ સમ્યક્ત્વ અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. કયા ગુણસ્થાનકે કયુ સમ્યક્ત્વ હોય ? बीयगुणे सासाणो, तुरियाइसु अडिगार चउ चउसु । उवसमग खड्ग वेयगं, खाओवसमा कमा हुति ॥ २३ ॥ .
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy