________________
સમ્યવ સ્તવ
શ્રેણિ વિષે -
" उवसमसेणि चउकं, जाइ जीवस्स आमवं नूणं ।।
ता पुण दो एगभवे, खवगसेणी पुणो एगा ॥" જીવને આખા સંસારમાં મેક્ષ પામે ત્યાં સુધીમાં ચાર વખત ઉપશમશ્રેણિ હોય છે. વળી તે ઉપશમણિ એક ભવમાં બે વાર હોઈ શકે છે, પરંતુ ક્ષપકશ્રેણિ તે આખા સંસારચક્રમાં એક જ વખત પ્રાપ્ત થાય છે. ક્ષાયિકસમકિતનું સ્વરૂપ
मिच्छाइखए खइओ, सो सत्तगखीणि ठाइ बद्धाऊ ।
चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी वि इयरो वा ॥ १८ ॥ અથ–મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ક્ષય કરેલ છવ ક્ષાયિકસમક્તિવાળો થાય છે. તે જીવ બદ્ધાયુ હોય તે સાત પ્રકૃતિને ક્ષય કરી ત્યાં જ રહે અર્થાત્ ક્ષપકશ્રેણિ માંડે નહિ અને તે જીવ ચાર કે ત્રણ ભવમાં મેક્ષે જાય અને અબદ્ધાયુ જીવ હોય તે તે જ ભવે સિદ્ધિને પામે.” ચાર પ્રકારે સમ્યકૃત્વ
चउहाओ सासाणं गुडाइवमणु व्व मालपडणु व्व ।
- વસમિળો ૩ વસંતો, સારા મિરઝમ | ૨૨ છે. અર્થ–ચાર પ્રકારે સમ્યકત્વ હોય, તેમાં પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ પ્રકાર તથા ચેથે પ્રકાર સાસ્વાદન છે. તે ગોળ આદિના વમન જેવું છે. તથા માળથી પડવા જેવું છે. ઉપશમ સમકિતથી પડેલે જીવ મિથ્યાત્વને પામ્યા નથી તે સાસ્વાદન કહેવાય છે.
ભાવાર્થ–પ્રથમ ખાધેલા ગોળનું વમન કરતી વખતે તેને મીઠે સ્વાદ આવે છે. તેમ સમકિતનું વમન કરી મિથ્યા જતાં વચ્ચે છ આવલિકા સુધી સમકિતને સ્વાદ આવે છે. તથા માળથી પડતા વચ્ચેના ભાગને સ્પર્શતે બેશુદ્ધિથી અવશ્ય ભૂમિને સ્પર્શે છે તેમ સમકિતી જીવ પણ અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં અવશ્ય પડે છે. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે
કાસમભાગો, જરૂર બિરું પાવમા .
सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥" ઉપશમ સમકિતથી પડતી વખતે મિથ્યાત્વને ન પામે તે સમયે વરચે છ આવલિકા * સુધી સાસ્વાદનાસભ્યત્વ પ્રાપ્ત થાય છે.