SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી સિદ્ધાંતકારને મત આ પ્રમાણે છે કેઃ અનાદિ મિથ્યાત્વી જીવ ગ્રંથભેદ કરીને અપૂર્વકરણમાં ત્રણ પુંજ કરે છે અને ત્યાર પછી અનિવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ પુજને વેદતે પ્રથમથી જ ક્ષાપશમિકસમ્યક્ત્વ પામે છે. (ઉપશમ સમકિત પામ્યા વિના જ ક્ષાપશમિક સમ્યકત્વ પામે છે.) કલ્યભાષ્યમાં કહ્યું છે કે : " आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया । ___एवं अकयतिपुंजो, मिच्छं चिय उवसमी एइ ॥" આલંબનને નહીં પામેલી ઈયળ જેમ પોતાના સ્થાનને છોડતી નથી. એ જ પ્રમાણે ત્રણ પુંજ કર્યા વગરનો ઉપશમસમકિતી જીવ સાસ્વાદની થઈને મિથ્યાત્વે જ જાય છે. વિશેષાર્થ :-યથાપ્રવૃત્યાદિ ત્રણ કરણ ક્રમ મુજબ કરીને અંતઃકરણના પ્રથમ સમયે જીવ ઉપશમસમકિત પામે છે પરંતુ ત્રણ પુંજ કર્યા વગરને પશમિક સમ્યકુત્વવાળો જીવ અવશ્ય મિથ્યાત્વે પાછો જાય છે. ત્રણ પુંજનું દૃષ્ટાંત જેમ મીણ સહિત કેદ્રવ ધાન્યને ઉsણ જળાદિ ઔષધથી એક ભાગ મીણ રહિત કર્યો તે શુદ્ધ, બીજો ભાગ અરધે શુદ્ધ કર્યો તે અશુદ્ધ અને ત્રીજો ભાગ જે હવે તેને તે રહ્યો તે અશુદ્ધ જાણવે. તથા જેમ કેઈક વસ્ત્ર મલિન હતું, તે ખારે આદિથી અતિ સ્વચ્છ–નિર્મળ થાય, બીજું ખારાનો છેડે પ્રયતન હોવાથી હું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે તથા મલિન જળ જેમ નિર્મળ ફળાદિના વેગે અતિ સ્વચ્છ થાય, બીજું ઘેટું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે. આ ત્રણ દષ્ટાંતે અંતરકરણગત ઉપશમ સમ્યકત્વરૂપ ઔષધને વેગે મિથ્યાત્વમેહનીયનાં દળીયાં તેને એક ભાગ શુદ્ધ કર્યો, બીજો ભાગ અર્ધ શુદ્ધ થયે એટલામાં અંતર્મુહૂર્ત કાળની સમાપ્તિ થઈ તેથી ત્રીજો ભાગ શુદ્ધ થયે નહીં તે ત્રીજો ભાગ તે સંપૂર્ણ મિથ્યાત્વરૂપ વિષથી ભરેલું જ રહી ગયે. તે ત્રણ પુજના ત્રણ નામ છે. તેમાં પહેલો શુદ્ધપુંજ તે દર્શન (સમકિત) મેહનીય, અર્ધશુદ્ધ તે મિશ્રમેહનીય અને ત્રીજે સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમેહનીય કહેવાય છે. શ્રી વિશેષાવિશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે - " तद्यथेह प्रदीपस्य स्वच्छाभ्रपटलेगृहम् । न करोत्यावृति कांचि-देवमेतद्रवेरपि ॥
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy