________________
સમ્યકત્વ સ્તવ - યથાપ્રવૃત્તિકરણ -સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે ઘટાડીને દરેકને ઉપર પ્રમાણે રાખે ત્યાં સુધી યથાપ્રવૃત્તિકરણ કહેવાય. યથાપ્રવૃત્તિકરણ અંગેનાં દૃષ્ટાંતની આવશ્યકમાં કહેલી ગાથા
" पल्लयगिरिसरिउवला पिविलियापुरिसपहनरगहिया ।
ઘરનવસ્થાન , સામાથામતિ ” અર્થ -ધાન્યના પ્યાલાનું, પર્વતથી પડતી નદીમાં રહેલા પાષાણનું, કીડીનું, ત્રણ પથિક પુરુષનું, જવરગ્રહીતનું, મદનકદ્રવાનું, મલીન જલનું તથા મલીન વસ્ત્રનું દષ્ટાંત. આ આઠ દષ્ટાંતથી સમ્યક્ત્વસામાયિક પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ. –ઉપરોક્ત આઠ દષ્ટાંતમાંથી યથાપ્રવૃત્તિકરણમાં પહેલા બે દાંત પ્રાપ્ત થાય છે તે કહે છે(૧) યથાપ્રવૃત્તિકરણ- સહજપણે જીવપરિણામની પ્રવૃત્તિ દ્વારા ગ્રન્થિ પ્રદેશની નજીક જે અધ્યવસાય દ્વારા અવાય તે
(૧) પ્યાલાનું દૃષ્ટાંત- જેમ પૂર્વે ભરેલો ધાન્યને ખ્યાલ હોય અને તેમાં થોડું ધાન્ય નાંખીએ અને ઘણું ધાન્ય કાઢીએ ત્યારે તે યા કાલાંતરે ખાલી થાય, તેમ કરૂપ ધાન્યથી ભરેલે આત્મપ્રદેશરૂપ હાલે તે જીવની ઈચ્છા વિના સહજ અકામનિર્જરાથી, છેદન–ભેદનાદિથી અશુભકર્મ ભોગવવાના અવસરે કર્મનિર્જરા ઘણી થાય અને કર્મ બંધ ઓછો થાય તેમ.
(ર) નદીના પાષાણનું દૃષ્ટાંત- જેમ પર્વત ઉપરથી નદીની ધાર પડે ત્યાં નીચે રહેલે પાષાણ નદીની ધારા પડવાથી અથડાઈ કુટાઈને પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને ગોળ અને સુંવાળે થાય, તેમ પાષાણુરૂપ જીવ અને નદીના પાણીના પ્રવાહ રૂપ કર્મને ઉદય તે કર્મ ઉદયના પ્રવાહમાં અકામનિર્જ કરી કાંઈક જીવ ધર્મ પ્રવૃત્તિ ચોગ્ય ઘાટમાં આવી જાય. - આ રીતે યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ ગ્રંથિદેશે આવી જાય પણ એ કરણરૂપ યોગ પરિણામે આગળ ન જવાય. તેના માટે બીજા બે કરણની આવશ્યકતા છે. ' (૨) અપૂર્વકરણ– સંસારમાં પરિભ્રમણ કરતા જીવના પરિણામ વિશેષ, જેવા પૂર્વે થયા નથી એવા અપૂર્વપરિણામ વડે નિબિડ રાગદ્વેષને પરિણામસ્વરૂપ ગ્રંથિ ભેદવા સમર્થ થાય તે અધ્યવસાયને અપૂર્વકરણ કહેવાય.
(૩) અનિવૃત્તિકરણ- પૂર્વે જે અપૂર્વ અધ્યવસાય થયા તેથી ગ્રંથિભેદ કર્યો એટલે હવે સમક્તિ પામ્યા વિના જીવ પાછો જાય નહીં, તે અનિવૃત્તિકરણ કહેવાય.