________________
પ૬,
પ્રકરણ રત્નાવલી કલ્પભાષ્યમાં પણ કહ્યું છે કે,
"अंतिमकोडाकोडि सव्वकम्माण आउवज्जाण ।
पलियाअसंखिज्जइ भागे खीणे हवह गंठी ॥" આયુષ્યકર્મ વજીને સાતે કર્મની જુદી જુદી પોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન છેલ્લી કડાકડીની સ્થિતિ જે અધ્યવસાય દ્વારા રહે, તે યથાપ્રવૃત્તિકરણ. ગ્રંથિનું સ્વરૂપ -
"गठि त्ति सुदुन्भेओ, कक्खडधणगृढमूढगंठि व्व ।
__ जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ॥" અર્થ -“અત્યંત કષ્ટથી ભેદાય તેવી કર્કશ, અત્યંત કઠણ, ગુપ્ત અને વક્ર વાંસની ગાંઠ જેવી, અનાદિથી જીવને કર્મભનિત નિબિડ રાગદ્વેષની પરિણતિરૂપ જે અધ્યવસાય તે ગ્રંથિ.
ભાવાર્થ-જેમ કઠણ વાંસની ગાંઠ દુર્ભેદ્ય છે તેમ રાગદ્વેષની પરિણતિ છૂટવી પણ અત્યંત દુર્ભેદ્ય છે.
"जा गंठी ता पढम, गंठिसमइत्थउ भवे बीयं ।
___ अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खवडे जीवे ॥" અર્થ:- જ્યાં ગાંઠ છે ત્યાં સુધી આવે તે પહેલું યથાપ્રવૃત્તિકરણ, સામર્થ્યવાળે થઈ ગ્રંથિ ભેદતાં બીજું અપૂર્વકરણ અને સમ્યક્ત્વ પામવાની સન્મુખ રહેલા જીવને ત્રી અનિવૃત્તિકરણ હેય”
तत्थ वि गंठी घणराग दोसपरिणइमयं अभिदंतो । ___ गठिए जीवो वि हहा, न लहइ तुह दसणं. नाह ! ॥४॥
અર્થ -થિદેશને પામેલે જીવ પણ, નિબિડ રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ન ભેદવાથી હે નાથ ! તારું દર્શન–સમ્યવને પામી શકે નહીં. | ભાવાર્થ-આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય જીવ અનેક વખત અકામનિર્જર કરતે ગ્રંથિદેશ સુધી આવે છે પરંતુ ગાંઠને ભેદી શક્ત નથી. એટલે રાગદ્વેષની પરિ. સુતિ તેડવી અત્યંત કઠિન છે. ગ્રંથિભેદની પ્રક્રિયા
पहिलिय पिविलय नाएण, को वि पञ्जत्तसंनपंचिदि ।
भव्वो अवडढपुग्गल परिअत्तावसेससंसारो ॥५॥ અર્થ-જેને અર્ધ પુદગલપરાવર્ત સંસાર બાકી છે એ પર્યાપ્ત સંજ્ઞી પંચંદ્રિય ભવ્ય જીવ તે. પથિક અને કીડીનાં દષ્ટાંતથી ગ્રંથિભેદ કરે છે.