SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી કેવલી સમુદઘાતની માફક જીવપ્રદેશને વિસ્તાર કરવાથી જીવ પણ તેટલા જ છે. આથી જીવપ્રદેશ તથા સમગ્ર જીવો બન્ને તુલ્ય થાય છે. “વદુસમા” શબ્દમાં બહુ એટલે વિશેષ કરીને અથવા પ્રાયઃ શબ્દ કહે છે તે .ખંડગોળાઓ સંબંધી દોષના પરિવાર માટે કહ્યો છે અર્થાત્ સર્વે સૂક્ષમનિગોદના ગેળા સરખા નથી પરંતુ ઘણી સંખ્યાવાળા અખંડગોળા જીવસંખ્યાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે અને અતિ અલ્પસંખ્યાવાળા ખંડગોળા જીવસંખ્યાની અપેક્ષાએ સરખા નથી એટલે અખંડોળા જેવા નથી. આ અર્થ સૂચવવા માટે પ્રાયઃ સરખા કહ્યા છે પણ એકાંતે સરખા જ છે એમ જાણવું નહિ. एवं पि समा जीवा, एगपएसगयजियपएसेहिं । बायर बाहुल्ला पुण, हुति पएसा विसेसहिया ॥ २८ ॥. અર્થ_એ પ્રમાણે જ એક આકાશપ્રદેશ ઉપર રહેલા જીવપ્રદેશની તુલ્ય છે, પરંતુ બાદર નિગોદ જીના પ્રદેશના બાહુલ્યપણુથી ઉત્કૃષ્ટપદ ઉપર તે પ્રદેશો વધારે હોવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સર્વ જીવ કરતાં વિશેષાધિક થાય છે. तेसि पुण रासीणं, निदरिसणमिण भणामि पञ्चक्खं । सुहगहणगाहणत्थं, ठवणारासिप्पमाणेहिं ॥ २९ ॥ અર્થતે રાશિઓને (ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશ રાશિને તથા એક નિગોદમાં રહેલ જીવરાશિને સુખપૂર્વક જાણવા માટે કલ્પનાથી સ્થાપન કરેલ જીવ તથા પ્રદેશોની રાશિના પ્રમાણથી આ દષ્ટાંત પ્રત્યક્ષ કહું છું.' જોટાળા સરવણ, જો જો નિયરિંતુ ' इक्किक्के य निगोए, जीवाणं लक्खमिक्किकं ॥ ३० ॥ અથ– કલ્પનાથી ગેળાએ એક લાખ છે. વળી દરેક ગાળામાં લાખ લાખ નિગોદ છે અને એક એક નિગદમાં જ એક એક લાખ છે. (આને ખુલાસો છેલ્લી ગાથાનાં ભાવાર્થમાં છે.) कोडिसयमेगजीव-प्पएससमाणं तमेव लोगस्स । गोलनिगोयजियाणं, दस उ सहस्सा समोगाहो ॥ ३१ ॥ અર્થ_એક જીવના પ્રદેશનું પ્રમાણ એક સે કેડ છે. એટલું જ કાકાશના પ્રદેશનું પ્રમાણ છે. ગોળા, નિગોદ અને જેની અવગાહના સરખી છે અને તે દશ * હજાર પ્રદેશ પ્રમાણ છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy