________________
પ્રકરણ રત્નાવલી અર્થ– કાકાશના અને એક જીવના પ્રદેશે અસંખ્યાતા છે અને તુલ્ય છે. નિગોદના જીવન અને ગળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
ભાવાર્થ -કાકાશના એટલે ચૌદ રાજલોકના પ્રદેશો અસંખ્યાતા છે અને તેટલા જ પ્રદેશ એક જીવના પણ છે, એટલે કે તે બન્નેના પ્રદેશોની સંખ્યા સરખી છે પણ ન્યૂનાધિક નથી; કારણ કે કેવળી સમુદ્રવાતમાં કેવળી પોતાના પ્રદેશથી સમસ્ત
કાકાશને પૂરે છે. તે જ જીવ જ્યારે અત્યંત સંકેચને પામે છે ત્યારે તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. એવી અવગાહનાવાળું જે શરીર તે નિગોદ છે. તેમ જ એક ગોળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગોદને જે સમૂહ તે ગોળે છે, માટે એ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નિગોદ વિગેરેની સમ અવગાહનાનું સમર્થન:
जंमि जिओ तमेव निगोओ तो तंमि चेव गोलोऽवि ।
निप्फज्जइ जं खित्ते, तो ते तुल्लावगाहणया ॥ १४ ॥ અર્થ–જે ક્ષેત્રમાં જ્યાં જીવ છે ત્યાં જ નિગોદ છે અને તે જ ક્ષેત્રમાં ગોળ પણ હોય છે, તેથી તે ત્રણે સરખી અવગાહનાવાળા છે. ' | ભાવાર્થ-જે ક્ષેત્રમાં એક નિગોદ રહેલી છે, તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ જાણવી, એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશરૂપ અંગુલને અસંખ્યાતમો ભાગ જાણવા.
તે નિગદમાં રહેલ દરેક જીવની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે નિગોદરૂપ તેનું શરીર છે.
તેમ જ ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે વિક્ષિત નિગોદની અવગાહના સરખી એકાવગાહનાવાળી બીજી અસંખ્યાતી નિગોદ જે ત્યાં જ રહેલી છે તેને બને છે.
હવે તે ગોળ જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણિને છેડતી અને બીજી બાજુએ વ્યાપતી છએ દિશામાં બીજી અસંખ્યાતી નિગોદે છે, તેને જેટલું ભાગ વિવક્ષિત ગેળામાં આવે છે તે વિવક્ષિત ગોળામાં ગણવે અને બાકી રહેલા અવગાહનાનો ભાગ બીજા ગોળામાં ગણવે. આમ હેવાથી છવ, નિગદ અને ગળાની અવગાહના સરખી જાણવી. પ્રશ્નરૂપે ત્રણ અભિધેય -
उकोसपयपएसे, किमेगजीवप्पएसरासिस्स । हुज्जेगनिगोयस्स व, गोलस्स व कि समोगाढं १ ॥ १५ ॥