________________
૩૮
પ્રકરણ રત્નાવલી અથ–તેમાં પણ જઘન્યપદ લેકને અંતે જ્યાં ત્રણ દિશાની સ્પર્શના હોય ત્યાં હોય. ઉત્કૃષ્ટ છ દિશાની સ્પર્શનાવાળા સંપૂર્ણ ગોળામાં હોય છે. બીજે હોતું નથી.
ભાવાર્થ-જઘન્યપદ લેકને અંતે જ્યાં નિષ્ફટ-ખૂણા હોય ત્યાં હોય છે, કારણ કે ત્યાં આવેલ ગોળાઓમાં (અસંખ્યાતા નિગોદને એક ગોળે થાય છે, તે આગળ કહેશે) કેટલાકને ત્રણ દિશાની, કેટલાકને ચાર દિશાની અને કેટલાકને પાંચ દિશાની સ્પર્શના હોય છે.
તેમાંથી જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શનાવાળા ગળામાં હોય છે. તેને બાકીની ત્રણ દિશાઓની સ્પર્શના અલોકથી આચ્છાદિત થયેલી હોય છે. અલોકમાં જીવની ગતિ નહીં હોવાથી ત્યાં જીવો હોતા નથી. આવા એછી સ્પર્શનાવાળા ખંડગા કહેવાય છે, માટે જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શનાવાળા ખંડગેળામાં હોય છે.
જે ગળામાં છ દિશામાં સંપૂર્ણ ગળાને ઉત્પન્ન કરનાર નિગોદરાશિની સ્પર્શના હોય છે, તે ઉત્કૃષ્ટપદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ સંપૂર્ણ ગળામાં જ હોય છે, પણ ખંડોળામાં હેતું નથી. સંપૂર્ણ ગળા તે લેકના મધ્યમાં જ હોય છે, લેકને છેડે હોતા નથી. પ્રતિવાદીની શંકા –
उक्कोसमसंखगुणं, जहन्नयाओ पयं हवइ किं नु।
नणु तिदिसिफुसणाओ, छदिसिफुसणा भवे दुगुणा ॥ ४ ॥ અર્થ-જઘન્યપદથી ઉત્કૃષ્ટપદ અસંખ્યગુણ કેવી રીતે હોય? કારણ કે ત્રણ દિશાની સ્પર્શના કરતાં છ દિશાની સ્પર્શના સામાન્ય રીતે બમણી થવી જોઈએ.
ભાવાર્થ-ખંડગોળામાં જઘન્ય પદ કહ્યું તે ખંડગોળાની સ્પર્શના ત્રણ દિશાની છે અને સંપૂર્ણ ગળામાં ઉત્કૃષ્ટપદ કહ્યું તેની સ્પર્શને છ દિશાની છે, માટે બમણી થાય પણ અસંખ્યાતગુણી કેવી રીતે થાય?
વળી જઘન્યપદે એક આકાશપ્રદેશમાં રહેલ જીવપ્રદેશ રાશિની અપેક્ષાએ સર્વ ઓની સંખ્યા અસંખ્યાતગુણ કહી અને તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહા માટે તે પણ (ઉત્કૃષ્ટપદ સ્થિત જીવપ્રદેશ) તમારા કથન પ્રમાણે જઘન્ય પદથી અસં. ખ્યાતગુણા થાય તે કેવી રીતે ઘટે? સમાધાન :
थोवा जहन्नयपए, निगोयमित्तावगाहणा फुसणा । फुसणा ऽसंखगुणत्ता, उक्कोसपए असंखगुणा ॥ ५ ॥