________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૩૩ અથ–હવે સર્વ જીવની ભવસ્થિતિ અને કાયસ્થિતિ કહે છે. ત્રસ જીવેની જઘન્ય ભવસ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની નારકી અને દેવોમાં છે. ૨૦૩.
थावरभाव भवो खलु, अंतमुहुत्तं जहन्नओ होइ ।
उक्किट्ठ सहस बावीस-वासमाणो अ पुढवीए ॥ २०४॥ અર્થ–સ્થાવર ભાવ પામેલા જીવની જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની પૃથ્વીકાયને આશ્રચિને છે. ૨૦૪.
अंतोमुहुत्तमित्ता, तसेसु कायठिई जहन्नेणं ।
भणिया य जिणवरेहि, कालमसंखिज्जमुक्किट्ठा ।। २०५॥ અથ–ત્રસ જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યકાળની કહી છે. ૨૦૫.
उसप्पिणी अ उस्सप्पिणी उ अस्संखकालओ हुँति ।
लोगा उ असंखिज्जा, काले एअम्मि खित्तओ टुति ॥ २०६ ॥ અર્થ_એટલે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણ સમજવી અને ક્ષેત્રથી અસંખ્યાતા કાકાશના પ્રદેશ પ્રમાણ ઉત્સર્પિણીની સમજવી. ૨૦૬.
अह थावरत्तकालो, थावरजीवाण किच्चिरं होई ।
अंतमुहुत्त जहन्नो, अणंतकालं च उक्किट्ठो ॥ २०७ ॥ અર્થ–હવે સ્થાવરપણાને પામેલા સ્થાવર જીવોની કેટલી કાયસ્થિતિ હોય? તે કહે છે. જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનંતકાળની છે. ૨૦૭.
ओसप्पिणी अणता, लोआ काला उ खित्तओ इंति ।
पुग्गलपरिअट्टा पुण, आबलिआसंखभागसमा ॥ २०८ ॥ અર્થ—કાળથી અનંત ઉત્સર્પિણીની અને ક્ષેત્રથી અનંતા લેકાકાશના પ્રદેશ પ્રમાણ ઉત્સર્પિણીની જાણવી અને પુદ્ગલપરાર્વત આવલીકાના અસંખ્યાત ભાગના સમય પ્રમાણ અસંખ્યાત જાણવા. ૨૦૮.
तसभावस्स वणस्सइ-कालो उक्किट्ठमंतर होइ ।
तस संचिट्ठणया या जा, थावरभावस्स अंतरयं ॥ २०९ ॥ અર્થ–કસભાવ ફરીને પામવાનું અંતર વનસ્પતિના કાળ પ્રમાણ જાણવું અને ત્રપણામાં રહેવા જેટલા કાળનું સ્થાવરપણું ફરીને પામવાનું અંતર સમજવું. ૨૦૯.