________________
સમયમાંર :
૨૯૭
૧૬. સ્વાહસ્તિકી–નાકરને કરવા ચેાગ્ય કાર્ય અભિમાનથી પેાતાને હાથે કરવાથી ક્રિયા લાગે તે.
૧૭. આનનિકી અથવા આજ્ઞાપનિકી-કોઇની પાસે કાંઇ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે તે. અથવા જીવ અજીવને આજ્ઞા કરવાથી જે ક્રિયા લાગે તે.
૧૮. વિદ્વારણિકી-જીવ–અજીવને વિદ્વારણ કરવાથી જે ક્રિયા લાગે તે. અથવા કોઇના અછતા દોષ પ્રગટ કરી તેની માનપૂજાના નાશ કરવાથી જે ક્રિયા લાગે તે. ૧૯. અનાલેાગિકી–ઉપયોગ વિના શુન્યપણાથી ઊઠતાં, બેસતાં કે ગમનાદિ કરતાં જે ક્રિયા લાગે તે.
૨૦. અનવકાંક્ષાપ્રત્યયિકી–આલોક-પરલાક વિરુદ્ધ કાર્ય કરવાથી અથવા વીતરાગકથિત વિધિમાં અનાદર કરવાથી જે ક્રિયા લાગે તે.
૨૧. પ્રાયેાગિકી–મન, વચન, કાયાના અશુભ વ્યાપારથી જે ક્રિયા લાગે તે.
૨૨. સામુદાનિકી કાઈપણ પાપકાય એવી રીતે કરે કે જેથી આઠે ક નું સમુદાયપણે ગ્રહણ થાય તે.
૨૩. પ્રેમિકી–માયા તથા લાભથી બીજાને પ્રેમ ઉપજાવવાથી જે ક્રિયા લાગે તે.
૨૪. ક્રેષિકી–ક્રોધ અને માંનથી એવાં ગર્વિત વચન ખાલે કે જેથી અન્યને દ્વેષ ઉત્પન્ન થાય તે.
૨૫. ઇર્ચાપથિકી કેવળીને માત્ર કાયયેાગવડે એ સમયના બંધ થાય છે તે.
इहि विसेसेणं नाणावरणाइनिस्साए परूविज्जति । तंजहा - नाणदंसणविसया पओस निन्दवमच्छरंत रायासायणोवघाया नाणदंसणावरणाणं आसवा
હવે વિશેષથી જ્ઞાનાવરણીય આદિનાં આશ્રવાને કહે છે –
જ્ઞાન, દર્શનના વિષયમાં (જ્ઞાન, દર્શોન, જ્ઞાની અને દની પ્રત્યે ) પ્રદ્વેષ, નિન્હેવ ( અપલાપ ); મત્સર, અંતરાય, ( ભાત પાણી વગેરેના ), આશાતના અને ઉપઘાત કરવા તે જ્ઞાનાવરણીય અને દશનાવરણીયના આશ્રવ જાણવા. (તેથી જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મ બંધાય છે ).
देवपूआगुरुभत्तिसरामसेज मदेससंजमपत्तदाणदयाख माचालत व अकामनिज्जराओ सायवेअणीअस्स । दुक्खसोगताव अकंदण वहपरिदेवणाणि सपरोभयत्याणि असायवे - अणीअस्स
દેવપૂજા ગુરુભક્તિ, સરાગસ`યમ, દેશ-સયમ, પાત્રદાન, દયા, ક્ષમા, ખાલતપ અને અકામ નિર્જરાથી સાતાવેદની બંધાય છે. દુઃખ, શાક, સંતાપ, આક્રુન્દ, વધ, પરિદેવના (અક્સાસ) વગેરે સ્વ, પર અને ઉભયને ઉત્પન્ન કરવાથી અસાતાવેદની બંધાય છે.
વ