________________
૨૯૨
- પ્રકરણ રત્નાવલી. બેઇદ્રિયની બાર એજનની, તે ઇન્દ્રિયની ત્રણ ગાઉની અને ચઉરિંદ્રિયની ચાર ગાઉની છે. અસંજ્ઞી અને સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર એજનની છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની ત્રણ ગાઉની છે. આ બધી અવગાહના પર્યાપ્તાની ઉત્કૃષ્ટી જાણવી.
પર્યાપ્તાની જઘન્ય અને અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના . અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
દેવોની ઉત્કૃષ્ટ સાત હાથની અને નારકીની ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે.
આયુને અવગાહના સંબંધી વિશેષ હકીકત તથા કાયસ્થિતિ, પ્રાણ, પર્યાપ્તિ અને લેશ્યા વિગેરેની હકીક્ત શ્રુતસમુદ્રમાંથી (અન્ય ગ્રંથેથી) જાણવી. .
इआणि मिच्छदिद्विपमिईणं चउद्दसण्हं गुणठाणाणं ठिइकाले दंसिज्जइ । मिच्छत्तस्स तिविहे ठिइकाले पण्णत्ते, तंजहा-अणाइअणते १ अणाइसंते २ साइसंते अ ३ । तत्थ अभव्वा पढमे भंगे, भव्वा दुइअतइएसु । अणाइमिच्छद्दिट्टीस्स भव्वस्स सम्मत्तलामे मिच्छत्तस्स अंतभावाओ अणाइसंतत्तं । जे पुण लद्धसम्मत्ते मिच्छत्तं गच्छइ, मिच्छत्ते अ जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणमड्ढपुग्गलपरिअट्ट ठाऊणं पुणोवि सम्मत्तं पयाइ, तस्स साइसंतं मिच्छत्तंति ॥ .
હવે મિથ્યાદષ્ટિ વિગેરે સૈદ ગુણઠાણની સ્થિતિ કહે છે-પ્રથમ મિથ્યાષ્ટિ ગુણઠાણની સ્થિતિ ત્રણ પ્રકારે કહી છે. ૧. અનાદિઅનંત, ૨. અનાદિસાંત અને ૩. સાદિસાંત. તેમાં અભવ્યને આશ્રયિને અનાદિઅનંત સ્થિતિ જાણવી અને ભવ્યને આશ્રયિને બીજી ને ત્રીજી સ્થિતિ જાણવી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્યને પ્રથમ સમ્યકત્વને લાભ થાય ત્યારે મિથ્યાત્વને અંત થતું હોવાથી અનાદિ સાંત સમજવી અને લબ્ધસમકિતી જીવ પાછો મિથ્યાત્વે જાય અને ત્યાં જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ દેશ ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી રહીને ફરીને સમક્તિ પામે ત્યારે મિથ્યાત્વની સ્થિતિ સાદિસાંત સમજવી.
सासायणं छावलीपमाण, तं च अणंताणुबंधिकसाओदए उवसमिअसम्मत्तं वमंतस्स मिच्छत्तमपत्तस्स भवइ ॥
अविस्यसम्मत्तस्स ठिइकाले साहिआई तित्तीस सागरोवमाई ॥ देसविरयस्स सजोगिकेवलिणो अ देरणा पुवकोडी ।
अजोगिकेवलिस्सलहुपंचक्खरुच्चारमत्तं मीसस्स पमत्ताईणं च सत्तण्डं अंतोमुहुत्तं । एसे उक्कोसओ ठिइकाले ॥