SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રકરણ રત્નાવલી मोसे ति-चउआहार, पच्चक्खाई तमेव अभत्तटुं । इय कोडीदुगमिलणे, कोडीसहियंति नामेण ॥ १० ॥ [ तेनैव हेतुना यत्क्रियते, तदतिक्रमं च विज्ञेयम् । . .. प्रभात उपवासादि, कृत्वा च द्वितीयदिवसेऽपि ॥ ९ ॥ प्रभाते त्रिचतुराहारं, प्रत्याख्याति तदेवाऽभक्तार्थ । इति कोटिद्विकमिलने, कोटिसहितमिति नाम्ना ॥१०॥] ગ્લાન આદિના કારણે પર્વમાં ન થઈ શકેલ પર્વસંબંધી તપ પર્વ વ્યતીત થઈ ગયા પછી કરવો તે અતિકમ (અતીત) પચ્ચખાણુ કહેવાય છે. પ્રભાતે ઉપવાસાદિ કરીને બીજે દિવસ પણ પ્રભાતે બીજે તિવિહાર કે ચૌવિહાર ઉપવાસ કરે, તેમાં બે ઉપવાસની કેટી મળી જતી હોવાથી તે કેટિસહિત પચ્ચખાણ કહેવાય છે. ૯-૧૦. अहवा जं जं विहियं, तमसंपुण्णे करेइ जं बीयं । अहियं वा उणं वा, तं कोडीसहियमुद्दिढ ॥ ११ ॥ [अथवा यद्यद्विहितं, तदसम्पूर्ण करोति यद्वितीयं । अधिकं वा ऊनं वा; तत्कोटिस हितमुद्दिष्टम् ॥ ११ ॥] અથવા જે જે તપ કર્યો હોય તે સંપૂર્ણ થયા અગાઉ બીજે તપ તેથી ઊણ અથવા અધિક કરવામાં આવે તે પણ કેટિસહિત ત૫ પચ્ચખાણ કહેવાય છે. ૧૧. अमुगदिणम्मि य नियमा, कायव्वोऽमुगतवो चउत्थाइ । . हिटेण गिलाणेण व, नियट्टियं तं जिणा विति ॥ १२ ॥ [अमुकदिने च नियमात् , कर्तव्यममुकं तपश्चतुर्थादि । दृष्टेन ग्लानेन वा, नियंत्रितं तजिना अवन्ति ॥१२॥] શરીર સ્વસ્થ હોય કે ગ્લાન હોય તે પણ અમુક દિવસે ઉપવાસ આદિ અમુક તપ અવશ્ય કરે તે તપને જિનેશ્વરે નિયંત્રિત તપ કહે છે. ૧૨. अहवा चंदकलाणं, वुड्ढीहाणीहिं पक्खमुभयदिणे । जं कायव्वं णियतं, तं पचक्खाणमवि नियट्टी ॥१३॥ [अथवा चन्द्रकलानां, वृद्धिहानिभ्यां पक्षस्योभयदिने । यत्कर्तव्यं नियतं, तत्प्रत्याख्यानमपि नियंत्रितं ॥१३॥] અથવા ચંદ્રકળાની વૃદ્ધિ હાનિની જેમ બંને પક્ષમાં જે તપ નિયમપૂર્વક ઓછોવત્તો કરવામાં આવે, તે તપને પણ નિયંત્રિત તપ કહે છે. ૧૩. ૧. શુકલપક્ષમાં જેમ ચંદ્રની કળામાં વૃદ્ધિ થાય છે, તેમ શફલપક્ષમાં આહારના કવળની વૃદ્ધિ. અને કૃષ્ણપક્ષમાં ચંદ્રકળાની હાનિ થાય છે, એ પ્રમાણે આહારના કવળની હાનિ જે તપમાં કરવામાં આવે તે તપને ચંદ્રકળાવૃદ્ધિહાનિરૂપ નિયંત્રિત તપ કહ્યો છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy