________________
શ્રી લઘુપ્રવચનસારે દ્ધાર
૨૫૫ કાળથી પચ્ચકખાણ (ભાવને અનુસરીને સિદ્ધાંતમાં દશ પ્રકારે વર્ણવ્યું છે તે આ પ્રમાણે -અતીત ૧, અનાગત ૨, કોટિસહિત ૩, સાગાર ૪, અનિયટ્ટ (અનિયંત્રિત) ૫, પરિમાણકૃત ૬, વિકૃતિગત ૭, સંકેત ૮, નિરવશેષ ૯ અને અદ્ધા ૧૦. તેમાં પહેલા આઠ ભેદ તે સવિશેષ પચ્ચકખાણ કહેવાય, તેમાં આઠમું સંકેત પચ્ચકખાણ આઠ પ્રકારનું કહ્યું છે તે આ પ્રમાણે –
अंगुट्ठमुठिगंठी-घरसेउस्सासथिबुगजोइक्खे । पञ्चक्रवाणविचाले-किच्चमिणमभिग्गहेसुवि य ॥७॥ [अंगुष्ठमुष्टिग्रन्थिगृहस्वेदोच्छ्वासस्तिबुकज्योतिष्कान् ।
प्रत्याख्यानान्तःकृत्यमिदमभिग्रहेष्वपि च ॥ ७ ॥] અથ – અંગુષ્ટ, મુષ્ટિ, ગ્રંથિ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક અને તિષ્કએમ આઠ પ્રકારનું સંકેત પચ્ચખાણ છે. તે પ્રત્યાખ્યાનના મધ્યમાં એટલે તેની સાથે કરાય છે અને અભિગ્રહ પચ્ચકખાણમાં પણ આ થાય છે. - આ આઠ પ્રકારની સમજુતી નીચે પ્રમાણે-મુઠીમાં અંગુઠો રાખીને, મુઠિ વાળીને, અથવા ગાંઠ છોડીને નવકાર ગણવાને પચ્ચખાણ પારવું તે અંગુઠ્ઠસહિય, મુઠિસહિયં ને ગંકિસહિયં કહેવાય છે. ચોથું અમુક ઘરેથી વહોરવું તે, પાંચમું પ્રસ્વેદ સુકાય નહીં
ત્યાં સુધીનું, છઠું અમુક શ્વાસોશ્વાસ લેતાં સુધીનું, સાતમું અમુક સ્થાને રહેલા પાણીના બિંદુ ન સુકાય ત્યાં સુધીનું અને આઠમું આ જ્યોતિ-દીપક બળે ત્યાં સુધીનું એટલે તેટલી તેટલી મર્યાદાવાળું—એમ આઠ પ્રકાર જાણવા. ૭
पव्व विसेसे पुव्वं, कारिज्जइ जं तवं तमिह भावि । T--Fાત્રાળ-વિવા-તાસિકarat | ૮ | [ vāવિશે પૂર્વ, જાતે ચત્તારૂઢિ માવિ.
गुरूगणग्लानशैक्षकतपस्विकार्याकुलत्वेन ॥८॥] હવે દશ પ્રકારના પચ્ચખાણનું વિવરણ કરે છે –ગુરુ, ગણ, ગ્લાન, બાળશિષ્ય, તપસ્વી વિગેરેના કાર્યની આકુળતાવડે પર્વ વિશેષમાં થઈ શકે તેમ ન હોય, તે તપ પ્રથમ પર્વ અગાઉ કરી લેવો તે અનાગત પચ્ચકખાણ કહેવાય છે. ૮.
तेणेव हेउणा जं, किज्जइ तमइक्कमं च विष्णेयं ।
गोसे उववासाइ, काऊण य बीयदिवसे वि ॥ ९ ॥ ૧. આ દશ પ્રકારમાંથી પચ્ચકખાણુભાષ્યમાં અનિયટ ને વિકૃતિગત નથી. તેને બદલે અનાગાર અને નિયંત્રિત બે પ્રકાર છે. એ બંને પ્રકારના તપ આ કાળે થઈ શકતા નથી, માટે ઉપરોક્ત રીતે ગ્રન્થકારે દશ ભેદે ગણાવ્યા છે.