________________
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
( પચ્ચક્ખાણ સંબંધી કાકલ્પ્ય વિચાર )
આવા વિષમકાળમાં પરમાત્માનું શાસન પ્રબળ પૂન્યોદયે પામ્યા છીએ. એ શાસનમાં આવેલા મહાપુરુષોએ સ્વ-પરના કલ્યાણ માટે જ્યાં સુધી આપણા આત્મા મુક્તિમાં નથી જતા ત્યાં સુધી કેવું જીવન જીવે કે જેથી કર્મ બંધથી અટકે ? તેમાં સૌથી વધુ કેમ બંધ વિષયેાની આસક્તિથી થાય છે તે આસક્તિથી અચવા અને સમજપૂર્વક અવિરતિમાંથી દેશિવરતિ અને સવરત બનવા સમ્યકૂજ્ઞાન થાય તે માટે ઉપયેગી એવું આ લઘુ પ્રવચનસારાહાર પ્રકરણ છે.
પચ્ચક્ખાણ ભાષ્યનાં પદાર્થાને વિશેષથી સમજાવતા આ પ્રકરણમાં શ્રી શ્રીચદ્રમુનિવરે ખૂબ જ મહેનત કરી છે.
દશ પ્રકારના પચ્ચક્ખાણું, આગારા, અદ્દા પચ્ચક્ખાણુ, ચાર પ્રકારના આહારનું સ્વરૂપ, અણુાહારી એટલે શું? અનેક વસ્તુનું કાળમાન, કા ધાન્યની ચેાનિ કેટલા વર્ષી છે, તે સર્વ પ્રકાર, અચિત્ત-પાણીના પ્રકાર, દૂધઘાસ વિગેરેનું કાળમાન, ઉપરાંત ઉપવાસ-આયંબિલ નીવીનાં જધન્ય-મધ્યમઉત્કૃષ્ટ પ્રકારો પાડીને કત્યારે શું ઘટે, તે જણાવ્યું છે.
नमिऊण तमाइजिणं, जस्ससे सोहए जडामउडो । . कप्पाकप्पवियारं पच्चक्खाणे भणिस्सामि ॥ १ ॥ નવા સમાલિનિનં, વસ્યાંરે શોમતે ગટામુટર । कल्पयाकल्प्य विचारं प्रत्याख्याने भणिष्यामि ॥ १ ॥ ]
અર્થ :—જેમના ખભા ઉપર જટારૂપ મુગટ શાભી રહ્યો છે એવાશ્રી આદિજિનનેઋષભદેવ પરમાત્માને નમસ્કાર કરીને પચ્ચક્ખાણમાં શું છેૢ ને શું ન પે ? તેના વિચાર કહીશ. ૧.
શ્રી ઋષભદેવ પરમાત્માએ દીક્ષા લેતી વખતે ઇંદ્રની પ્રાર્શ્વનાથી એક મુષ્ટિ લોચના કેશ રહેવા દઇ ચાર મુષ્ટિ લેાચ કર્યાં હતા, તે વખતે બાકી રાખેલ શિખાના કેશ ખભા ઉપર પડવાથી તે સુવર્ણમય શરીર ઉપર નીલરત્નમય મુકુટ જેવા લાગતા હતા, તેથી તેની શાભાની અહીં ઉપમા આપી છે.
तिविहं पच्चक्खाणं, दुतिचउविह मेयमित्य निद्दिद्धं । बहुविमभिग्गहं पुण, चउहाहारं भवे णिच्चं ॥ २॥ [ त्रिविधं प्रत्याख्यानं, द्वित्रिचतुर्विधभेदमंत्र निर्दिष्टम् । बहुविधमभिग्रहं, पुनश्चतुर्धाहारं भवेनित्यं ॥ २ ॥