SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રકરણ રત્નાવલી અર્થ –જીવત્વ, અભવ્યત્વ અને ભવ્યત્વ એ ત્રણ ભાવ પ્રથમ ગુણસ્થાનકે હોય, સાસ્વાદનથી ક્ષીણુમેહના અંત સુધી અભવ્યત્વ વજીને ભવ્યત્વ અને જીવત્વ બે ભાવ હોય. चरमे दुअगुणठाणे भव्वत्तं वज्जिऊण जीवत्तं । एए पंच वि भावा, परूविआ सव्वगुणठाणे ॥ २७॥ અર્થ છેલ્લા બે ગુણસ્થાનકે ભવ્યત્વ વઈને એક જીવત્વ પરિણામિકભાવે હોય. આ રીતે આ પાંચે ભાવ સર્વ ગુણસ્થાનકે કહ્યા. ભાવાર્થ-ચાદ ગુણસ્થાનકે પારિણામિકભાવ :૧ લા ગુણસ્થાનકે-છેવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ ભાવ. ૨ થી ૧૨ ગુણસ્થાનકે-છેવત્વ અને ભવ્યત્વ એ બે ભાવ. મેક્ષગમનને અયોગ્યને ભાવ તે અભવ્યત્વ. સાસ્વાદને આવનાર તે અવશ્ય ભવ્ય જ હોય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હોય. ૧૩-૧૪ ગુણસ્થાનકે-છેવત્વરૂપ એક પરિણામિકભાવ હોય. મોક્ષગમનને યોગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હેવાથી એટલે મેક્ષમાં જવાનું નિકટ હોવાથી અથવા બીજા કેઈ પણ કારણથી છેલ્લા બે ગુણસ્થાનકે ભવ્યત્વ કહ્યું નથી. આ પ્રમાણે મિથ્યાત્વાદિ ૧૪ ગુણસ્થાનકે પાંચે ભાવે તથા તેના ઉત્તરભેદો કહ્યા. ચૈિદ ગુણસ્થાનકમાં પાંચે ભાવના કુલ ઉત્તરભેદો - चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । चउतीसा तित्तीसा, तीसा सगवीस अडवीसा ॥ २८ ॥ बावीस वीस एगुण-वीस तेरस य बारस कमेण । एए अ सन्निवाइअ, भेया सव्वे य गुणंठाणे ॥ २९ ॥ અર્થ –૧ ત્રીશ, ૨ બત્રીશ, ૩ તેત્રીશ, ૪ પાંત્રીશ, પ ત્રીશ, ૬ તેત્રીશ, ૧૭ ત્રિીશ, ૮ સત્તાવીશ, ૯ અઠ્ઠાવીશ, ૧૦ બાવીશ, ૧૧ વશ, ૧૨ ઓગણીશ, ૧૩ તેર, અને ૧૪ બાર, અનુક્રમે સન્નિપાતિના ભેદે સર્વ ગુણસ્થાનકે જાણવા. ભાવાર્થ- ૧૪ ગુણસ્થાનકે પાંચ ભાવના ઉત્તરભેદ – ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક-ઔદયિકના-૨૧, ક્ષાપશમિક-૧૦,દાનાદિ લબ્ધિ-૫ પહેલા - બે દર્શન, અજ્ઞાનત્રિક, પરિણામિક-૩ ભાવ. કુલ ૩૪ ભાવ.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy