________________
૨૪૬
પ્રકરણ રત્નાવલી. ભેગ, ઉપભેગ, વીર્ય,) લબ્ધિઓ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અજ્ઞાનત્રિક (મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન) એ પ્રમાણે દશ ભેદ હોય છે.
मिस्से मिस्सं सम्मं, तिदंस दाणाइपणग नाणतिगं ।
तुरिए बारस नवरं, मिस्सच्चाएण सम्मत्तं ॥ १४ ।। અર્થ -મિશ્રગુણસ્થાનકે મિશ્રસમકિત, ત્રણ દર્શન, દાનાદિ પાંચ અને જ્ઞાનત્રિક એ બાર ભાવ હોય છે. એથે ગુણસ્થાનકે પણ બાર ભાવ હોય છે, પરંતુ એટલું વિશેષ કે મિશ્ર સ્થાને ક્ષયે પશમસમકિત હોય.
ભાવાર્થ: ત્રીજા મિશ્રગુણસ્થાનકે -મિશ્રસમકિત, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ અને જ્ઞાનવિક એ બાર ક્ષપશમભાવ હોય.
અહીં જ્ઞાન અજ્ઞાનમાં કઈવાર જ્ઞાનની, કેઈવાર અજ્ઞાનની બાહુલ્યતા હોય અથવા બંનેની સમાનતા પણ હોય.
અહીં જ્ઞાનવિક કહ્યું તે જ્ઞાનની બાહુલ્યતાની વિવક્ષાએ કહ્યું. તથા અહીં અવધિદર્શન કર્યું તે સિદ્ધાંતના મતની અપેક્ષાએ જાણવું.
ચોથા અવિરતિગુણસ્થાનકે-મિશ્રમાં કહ્યા તે જ બાર ક્ષપશમભાવ હોય. ફક્ત મિશ્રસમકિતને બદલે ક્ષયે પશમસમકિત જાણવું
सम्मुत्ता ते बारस, विरइक्खेवेण तेर पंचमए ।
छढे तह सप्तमए, चउदस मणनाणखेविकए ॥१५॥ અથ–ચોથા ગુણસ્થાનકે કહેલ બારભાવમાં દેશવિરતિ સહિત પાંચમે ગુણસ્થાનકે તેરભાવ હોય, ટૂઠે તથા સાતમે ગુણસ્થાનકે મને પર્યાવજ્ઞાન સહિત ચૌદ ભાવ હોય. ભાવાર્થ-પાંચમે ગુણસ્થાનકે તેર ભાવ –
પૂર્વોક્ત ૧૨+દેશવિરતિ =૧૩ ભાવ. છ તથા સાતમગુણ સ્થાનકે ચૌદ ભાવ:–
પૂર્વોક્ત ૧૩ + મન : પર્યાવજ્ઞાન = ૧૪ ભાવ. પાંચમા ગુણસ્થાનકે કહેલ તેર ભાવમાંથી દેશવિરતિના સ્થાને સર્વવિરતિ જાણવું.
अट्ठमनवमदसमे, विणुसम्मत्तेण होइ तेरसगं ।
उवसंतखीणमोहे, चरित्तरहिआ य बार भवे ॥१६॥ અર્થ-આઠમે, નવમે અને દશમે ગુણસ્થાનકે પશમસમકિત રહિત તેર ભાવ તથા ઉપશાંત અને ક્ષીણમેહગુણસ્થાનકે ક્ષયપશમભાવના ચારિત્ર રહિત બારભાવ હોય.