SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २४० પ્રકરણ રત્નાવલી અર્થ -કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિકસમક્તિ, ક્ષાચિકચારિત્ર અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ નવ ભેદ ક્ષાવિકભાવના તથા ઉપશમભાવના ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર એ બે ભેદ છે. ભાવાર્થ –ક્ષાયિકભાવના નવ ભેદ – ૧ કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન. ૨ કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવલદર્શન. ૩ દર્શનમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકસમકિત. ૪ ચારિત્રમેહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકચારિત્ર. પ થી ૯ પાંચ અંતરાય કર્મના ક્ષયથી દાન લબ્ધિ,લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્ય લબ્ધિ પાંચ ક્ષાયિકલબ્ધિ. પથમિક ભાવના બે ભેદ : ૧. ઉપશમસમક્તિ –અનંતાનુબંધી ચાર કષાય તથા સમકિત મેહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વમેહનીય આ સાત પ્રકૃતિને રદય અને પ્રદેશદય બંને ન હોય તે ઉપશમ સમકિત પ્રથમ સમ્યકૃત્વ ઉત્પત્તિકાળે તથા ઉપશમ શ્રેણિમાં હોય છે. ૨. ઉપશમચારિત્ર –ઉપશમશ્રેણિમાં ચારિત્રમેહનીયના ઉપશમથી હોય છે. ક્ષયોપશમભાવના ૧૮ ભેદ – नाणा चउ अण्णाणा, तिणि य दंसणतिगं च गिहिधम्मो । वेअग सव्वचारितं, दाणाइ य मिस्सगा भावा ॥६॥ અર્થ –ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ગૃહસ્થધમ–દેશવિરતિ, વેદક (ક્ષપશમ) સમકિત, સર્વવિરતિચારિત્ર અને દાનાદિક પાંચ લબ્ધિઓ. એ મિશ્રભાવના ૧૮ ભેદ જાણવા. (ક્ષપશમભાવના પર્યાય નામ મિશ્ર તથા વેઠક પણ છે.) ભાવાર્થ –ક્ષપશમભાવના અઢાર ભેદ - ૧-૪ કેવલજ્ઞાન સિવાયના મતિ, શ્રુત, અવધિ, મન ૫ર્યવ-ચાર જ્ઞાન ૫-૭ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન - ત્રણ અજ્ઞાન આ સાત જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી થાય. ૧–૧૦ ચક્ષુ, અચલ્સ, અવધિ ત્રણદર્શન દર્શનાવરણયકર્મના ક્ષેપશમથી થાય. ૧૧ વેદકસમકિત દર્શનમોહનીયકર્મના ક્ષયે પશમથી થાય. ૧૨ દેશવિરતિ | ચારિત્રમેહનીયકના પશમથી થાય. ૧૩ સર્વવિરતિ ૧૪–૧૮ દાનાદિ પાંચ લબ્ધિ અંતશયકર્મના ક્ષપશમથી હોય.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy