SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાથું પ્રકરણ ૨૩૭ - ૨સાસ્વાદનગુણસ્થાનકઃ-ઉપશમસમક્તિ વમીને મિથ્યાત્વે જતાં અનંતાનુબંધી કષાયના ઉદયથી જીવના જે પરિણામ થાય તે. ૩. મિશ્રગુણસ્થાનક -જિનેશ્વરના વચન ઉપર જ્યાં રાગ-દ્વેષ ન હોય તે. ૪. અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનક-જ્યાં ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક આ ત્રણ પ્રકારમાંથી એક સમકિત હોય, પણ વિરતિ ન હોય તે. ૫. દેશવિરતિગુણસ્થાનક-જ્યાં દેશે એટલે અંશે થેડી વિરતિ હોય તે. ૬. પ્રમસંવતગુણસ્થાનક-જ્યાં સર્વવિરતિ હોવા છતાં મઘ (અહંકાર) વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ હોય તે. ૭. અપ્રમત્તસંવતગુણસ્થાનક-જ્યાં સર્વવિરતિ હોય અને નિદ્રાદિ પ્રમાદ રહિત હોય તે. ૮. નિવૃત્તિકરણગુણસ્થાનકા-જ્યાં શ્રેણિ માંડનાર છેને એક સરખા અધ્યવસાય ન હોય પણ ફેરફારવાળા હોય છે. બીજું નામ અપૂર્વકર ણુ ગુણસ્થાનક છે. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ પદાર્થો થાય તે અપૂર્વકરણ. ૯. અનિવૃત્તિ બાદરપરાયગુણસ્થાનક :- જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીના - સરખા અધ્યવસાય હોય તે. ૧૦, સૂક્ષ્મસં૫રાયગુણરથાનક -જ્યાં સૂકમ લેભને જ રદય હોય તે. ૧૧. ઉપશાંત મોહગુણસ્થાને કા–જ્યાં મોહનીયકર્મની સર્વ પ્રકૃતિએ ઉપશમી હોયતે. . ૧ર, ક્ષીણમોહગુણસ્થાનક જ્યાં મોહનીયકર્મની સર્વ પ્રકૃતિને સર્વથાક્ષય થયે હોયતે. ૧૩. સગીકેવલીગુણસ્થાનક-કેવલજ્ઞાન થયા પછી માત્ર એગપ્રવૃત્તિ વર્તાતી હોય તે. ૧૪ અયોગી કેવલી ગુણસ્થાનક - જ્યાં યુગપ્રવૃત્તિનો અભાવ હોય પણ હજી સિદ્ધાવસ્થા પ્રાપ્ત ન થઈ હોય તે. આ પ્રમાણે ગુણસ્થાનકનું સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું. છ ભાવના નામ : उवसम खइओ मीसो, उदओ परिणाम सनिवाओ अ । सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥ અથ–૧. ઔપથમિકભાવ, ૨. ક્ષાવિકભાવ, ૩. લાપશમિકભાવ (મિશ્રભાવ), ૪. ઔદયિકભાવ, પ. પરિણામિકભાવ અને ભાવના સંગરૂપ ૬. સંન્નિપાતિકભાવ - એ સર્વે ભાવે જીવસ્થાનમાં હોય. પારિણમિક અને ઔદયિક આ બે ભાવ અજીવમાં પણ હેય.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy