________________
શ્રી વિજયવિમલગણિ વિરચિત
શ્રી ભાવ પ્રકરણ
ઉપશમ આદિ પાંચ ભાવો છે. એ ભાવોને આઠ દ્વારોમાં કેવી રીતે કયા ભાવે હેય તે વિસ્તારથી જણાવેલ છે. જે ધર્માસ્તિકાયાદિ દ્વારમાં ભાવ કહ્યા છે તે ૮ દ્વારની વ્યાખ્યા કરી છે પછી ઉપશમ-ક્ષાયિક ક્ષાયોપથમિક-ઔદયિકપારિણામિક તથા સંનિપાતિકભાવની વ્યાખ્યા કરીને દિસંગી-ત્રિસંયોગી ચતુઃસંયોગી પચરંગી ભાંગા કેવી રીતે બને તે સમજાવીને બતાવ્યા છે. તે જ ભાવોના ઉત્તરભેદનું પણ વર્ણન કરેલ છે.
પછી દરેક કારોમાં ભાવ બતાવીને ભાવલોકપ્રકાશની જેમ અહીં પણ શક્ય વિસ્તાર કરીને ભાવની સમજણ આપી છે. આપણને કેટલા ભાવો છે? કયા જીવને કયા અને કેટલા ભાવો-કેટલા ગુણસ્થાને વિગેરે જણાવીને આપણને સજાગ કર્યા છે. એ રીતે આ ભાવ પ્રકરણ પૂર્ણ કરેલ છે.
आणंदभरिअनयणो, आणंद पाविऊण गुरुवयणे ।
आणंदविमलसरि नमिउं, वुच्छामि भावे अ ॥१॥ અર્થ - આનંદથી પૂર્ણ નેત્રવાળે હું શ્રી વિજયવિમલગણિ ગુરુના વચનમાં આનંદ પામીને આનંદવિમલસૂરિને નમસ્કાર કરીને ઓપશમિકાદિ ભાવેને કહું છું.
દ્વારગાથા -
धम्माधम्मागासा, कालो पुग्गलखंधा य कम्म गइ जीवा ।
एएसु अ दारेसु, भणामि भावे अ अणुकमसो ॥२॥ અર્થ:-૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. કાળ, પ. પુદ્ગલસ્કંધ, ૬. કર્મ, ૭. ગતિ અને ૮. જીવ એ આઠ દ્વારોમાં અનુક્રમે ભાવને કહું છું.
ભાવાર્થ –આઠ દ્વારની વ્યાખ્યા :- ૧. ધર્માસ્તિકાય –જીવ અને પુદગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય.
અસ્તિકાયા–અસ્તિ એટલે પ્રદેશને સમૂહ તે અસ્તિકાય. -જેમ પાણી માછલાને ગમન કરવામાં અપેક્ષાકારણ છે તેમ જીવ અને પુદગલને ગતિ કરવામાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે.
એ ધર્માસ્તિકાયને સ્કંધ ચૌદરાજલોકપ્રમાણ અને અસંખ્યાતપ્રદેશી છે.
૨. અધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે અપેક્ષાકારણે તે અધર્માસ્તિકાય.