________________
શ્રી કાળ સપ્તતિકા
૨૩૩ - હવે બાર ચક્રવર્તીઓનાં નામ કહે છે -
૧. દીર્ઘદંત, ૨. ગૂઢદત, ૩. શુદ્ધદંત, ૪. શ્રીહંત, પ. શ્રીભૂતિ, ૬. સેમ, ૭. પદ્ધ, ૮. મહાપવ, ૯. દુસમ, ૧૦. વિમલ, ૧૧. વિમલવાહન અને ૧૨. અરિષ્ટ
नंदी अ नंदिमित्तो, सुंदरबाहु महबाहु अइबलओ।
महबल बलो दुविठ्ठ, तिविठ्ठ, इय भावि नव विण्हु ॥ ७१ ॥ * અર્થ – નવ વાસુદેવના નામ કહે છે -
૧. નંદી, ૨. નંદીમિત્ર, ૩. સુંદરબાહ ૪. મહાબાહુ, પ. અતિબલ, ૬. મહાબલ, ૭. બલ, ૮. દ્વિપૃષ્ઠ અને ૯. ત્રિપૃષ્ઠ આ પ્રમાણે નવ વાસુદેવા ભાવી કાળે થવાના છે.
भावि पडिविण्हुणो तिलय, लोहजंघो य वयरजंघो अ ।
केसरि बलि पल्हाया, अपराइय भीम सुग्गीवा ॥७२॥ અર્થ:- ભાવિકાળમાં થનારા નવ પ્રતિવાસુદેવનાં નામ
૧. તિલક, ૨. લેહજંઘ, ૩. વાજંઘ, ૪. કેશરી, ૫. બલિ, ૬. પ્રહલાદ, ૭. અપરાજિત, ૮. ભીમ અને ૯ સુગ્રીવ જાણવા.
इय बारसारचकं, कप्पो ते ऽणंतपुग्गलपरहो।
ते ऽणतातीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥७३॥ અર્થ – આ ઉપર કહ્યા પ્રમાણે બાર આરારૂપ કાળચક્ર છે, તે એક કપ કહેવાય છે. તેવા અનંતા કલ્પ જાય ત્યારે એક પુગલપરાવર્ત થાય છે. તેવા પુદ્દગલપરાવર્ત અતીતકાળમાં અનંતા ગયા છે, અને તેનાથી અનાગતકાળ અનંતગુણે છે. | ભાવાર્થ – અનંત પુદ્ગલપરાવર્તનને અતીતકાળ છે અને અનાગતકાળ તેનાથી અનંતગુણ છે.
सिरिदेविंदमुणीसर-विणेअसिरिधम्मघोसमरीहि ।
अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणिअं ॥ ७४ ॥ અર્થ:-તપકચ્છના શ્રી દેવેન્દ્રમુનીશ્વરના શિષ્ય શ્રી ધર્મષાચાર્ય સ્વ અને પરને જાણવા માટે કાળનું સ્વરૂપ કાંઈક સંક્ષેપથી કહ્યું છે.