________________
૨૨૯
શ્રી કાળ સપ્તતિકા જાણવું. (મહાવીરસ્વામીએ જે અંબડ સાથે સુલતાને સુખશાતાના સમાચાર કહેવરાવ્યા હતા તે અંબડ જાણવા. કોઈ ઠેકાણે ધર્મલાભ કહેવરાવ્યા હતા એમ પણ જણાવેલ છે.)
૨૩ અનંતવીર્ય -દ્વામિદના જીવ-વીશમા અનંતવીર્ય નામના તીર્થકર, અજિતનાથ જેવા થશે. તેમનું બોતેર લાખ વર્ષનું આયુષ્ય, સાડાચારસે ધનુષનું શરીર અને ગજનું લાંછન જાણવું. (હૈમવીરચરિત્રમાં બ્રહ્માદરચક્રીના જીવ કહ્યા છે.)
૨૪ ભદ્રકર -સ્વાતિને જીવ-ચેવશમા ભદ્રકર (ભદ્રકૃત) નામના તીર્થકર, ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ જેવા થશે. તેમનું રાશીલાખ પૂર્વનું આયુષ્ય, પાંચસે ધનુષનું શરીર અને વૃષભનું લાંછન જાણવું.
* જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તે આ પ્રમાણે છે--ત્રીજા ઉદાયના જીવ-સુપાર્શ્વજિન, ચોથા દિલના જીવ-સ્વયંપ્રભજિન, પાંચમા દઢાયુના જીવ-સર્વાનુભૂતિજિન, છઠ્ઠા કાર્તિકના જીવ-દેવસુતજિન, સાતમા શંખના જીવ-ઉદયજિન, આઠમા આનંદના જીર્વ-પેઢાલજિન, નવમ સુનંદાના જીવ-પદિલજિન, દશમા શતકના જીવશતકીર્તિજિન, અગ્યારમા દેવકીના જીવ-મુનિસુવ્રતજિન, બારમાં કૃષ્ણના જીવ-અમજિન, તેરમા સત્યકીના જીવ-નિષ્કષાયજિન, ચૌદમાં બળદેવના જીવ-નિપુલાકજિન, પંદરમા સુલતાના જીવ નિર્મમ જિન, સોળમા રહિણીના જીવ ચિત્રગુપ્તજિન, (કેઈ કહે છે કે કલ્કીના પુત્ર ચિત્રગુપ્ત), સત્તરમા રેવતીને જીવ-સમાધિજિન, અઢારમા સયલના જીવ સંવરજિન, ત્રેવીસમા અરનાથ જીવ અનંતવીર્યજિન, એવી શમા બુદ્ધના જીવ ભદ્રંકરજિન. બાકીના ઉપર કહ્યા પ્રમાણે જાણવા. (આનો નિર્ણય બહુશ્રુત જાણે.) તીર્થકરના આંતરા
सड्ढदुसय सहसा, पउणचुलसिया लक्खपणछचउपना ।
समकोडिसहस, तेणूणपलिअचउभाग पलिअद्धं ॥ ६६ ॥ અર્થ – પહેલા પવનાભના નિર્વાણથી બીજા સુરદેવનું નિર્વાણ અઢી વર્ષે થશે, બીજા અને ત્રીજા જિનનું આંતરું, પારાશી હજાર વર્ષ. ( આ આંતરું બધે નિર્વાણનું જાણવું) ત્રીજા અને ચોથા જિનનું આંતરું પાંચ લાખ વર્ષ. ચેથા અને પાંચમા જિનનું આંતરું, છ લાખ વર્ષ. પાંચમા અને છઠ્ઠા જિનનું આંતરું, ચેપ્પન લાખ વર્ષ. છઠ્ઠા અને સાતમા જિનનું આંતરું, કેટિસહસ્ત્ર (હજાર કરોડ વર્ષ). સાતમા અને આઠમા જિનનું આંતરું, કેટિસહસ્ર વર્ષ.