SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાળ સપ્તતિકા २२७ નામના ત્રીજા તીર્થંકર, નેમિનાથ જેવા થશે. તેમનુ' હજાર વર્ષનું આયુષ્ય, ઇશ ધનુષનું શરીર અને શ ́ખનું લાંછન જાણવુ ૪ સ્વય’પ્રભ :–દેઢાયુના જીવ, ચાથા સ્વયંપ્રભ નામના તીર્થંકર, નમિનાથ જેવા થશે. તેમનુ દસહજાર વર્ષ નું આયુષ્ય, પંદર ધનુષનું શરીર અને નીલકમળનું લાંછન જાણવું.... ૫ સર્વાનુભૂતિ –કાર્તિક શેઠના જીવ-પાંચમા સર્વાનુભૂતિ નામના તીથ કર, મુનિસુવ્રતસ્વામી જેવા થશે. તેમનુ ં ત્રીસહજાર વર્ષનું આયુષ્ય, વીશ ધનુષનું શરીર અને કચ્છપનું લાંછન જાણ્યું. ૬ દેવશ્રુત :-શ`ખ શ્રાવકના જીવ–છઠ્ઠા દેવશ્રુત નામના તીથ કર, મલ્લિનાથ જેવા થશે. તેમનુ` પ ંચાવનહજાર વર્ષનું આયુષ્ય, પચીશ ધનુષનું શરીર અને કળશનું લાંછન જાણવુ.. ૭ ઉદય –નદના જીવ-સાતમા ઉય નામના તીથંકર, અરનાથ પ્રભુ જેવા થશે. તેમનુ ચારાશીહજાર વર્ષનું આયુષ્ય, ત્રીશ ધનુષનું શરીર અને નંદ્યાવનું લાંછન જાણવું. ૮ પેઢાલ-સુનંદના જીવ-આઠમા પેઢાલ નામના તીથંકર, કુંથુનાથ જેવા થશે. તેમનુ પંચાણુ હજાર વર્ષ નું આયુષ્ય, પાંત્રીશ ધનુષનું શરીર અને બાકડાનું લાંછન જાણવું. ૯ પાટિલ :-આનંદના જીવ–નવમા પાટ્ટિલ નામના તીથંકર, શાન્તિનાથ જેવા થશે. તેમનું એક લાખ વર્ષોંનું આયુષ્ય, ચાલીશ ધનુષનું શરીર અને મૃગનું લાંછન જાણવું. ૧૦ શતકીર્તિ :—શતક શ્રાવકના જીવ-દેશમા શતકીર્તિ નામના તીથંકર ધર્મનાથ પ્રભુ જેવા થશે. તેમનું દશલાખ વર્ષનું આયુષ્ય, પીસ્તાલીશ ધનુષનુ શરીર અને વજાનું લાંછન જાણવું. (આ શંખના મિત્ર જેનુ નામ પુષ્કલિ હતું તે જાણવા.) (શ્રી હેમવીરચરિત્રમાં નવમા કેકસીના જીવ અને દસમા રેયલીના જીવ કહ્યા છે.) ૧૧ સુત્રતઃ–સત્યકી વિદ્યાધરના જીવ-અગ્યારમા સુવ્રત નામના તીથકર, અનંતનાથ જેવા થશે. તેમનુ ત્રીશલાખ વર્ષનું આયુષ્ય, પચાસ ધનુષનું શરીર અને સિંચાણાનુ લાંછન જાણવું. ૧૨ અમમ :-દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ નેમિનાથ પ્રભુના ભક્ત હતા. તે ધર્મિષ્ઠ શ્રાવક થયા હતા. અન્યદા તેમણે અઢારહજાર મુનિઓને શુદ્ધ વિધિપૂર્વક વદના કરી ક્ષાયિકસમ્યક્ત્વ ઉપાર્જન કર્યું હતું. તે વખતે સાતમી નરકને યાગ્ય દુષ્કર્મ ની અપવત ના કરીને ત્રીજી નરકને ચેાગ્ય કÖદલિક કર્યા હતા અને તીર્થંકરનામ કમાઁ ઉપાર્જન કર્યું* હતુ. એ કૃષ્ણના જીવ-બારમા અમમ નામના તીર્થંકર, વિમળનાથ જેવા થશે. તેમનુ સાંઈઠ લાખ વર્ષનું આયુષ્ય. સાંઇઠ ધનુષનું શરીર અને વરાહનું લાંછન થશે. વસુદેવહિંડીમાં તે કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં માંડલિક રાજા થઈ, ચારિત્ર ગ્રહણ કરી તીથ કર નામકમ નિકાચિત કરી, વૈમાનિક
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy