________________
૨૨૬
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ- સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં આ પ્રમાણે કહ્યું છે- ભરતક્ષેત્રમાં આવતી ઉત્સપિણમાં (૧) મિત્રવાહન, (૨) સુભૂમ (૩) સુપ્રભ, (૪) સ્વયંપ્રભ, (૫) દત્ત, (૬) સુધર્મ, (૭). સુબંધુ-આ સાત કુલકરો થશે તે વ્યવહારાદિ ચલાવશે.
तइयाइसु उड्ढगई, जिणनारयबल दहागई चक्की ।
अहरगइ हरिपडिहरी, चउत्थअश्याइसु अ जुअला ॥६३॥ અથઉત્સર્પિણીના ત્રીજા ને ચોથા આરામાં જિનેશ્વર, નારદ અને બળદેવ ઊર્વગતિવાળા થશે. તથા ચક્રવર્તીએ ઊદવ અને અધ એમ બંને પ્રકારની ગતિવાળા થશે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ અગતિવાળા થશે તથા ચેથા, પાંચમા અને છઠ્ઠા એમ ત્રણ આરામાં યુગલિયા થશે.
ભાવાર્થ –ચેથા આરાના પ્રારંભમાં થનારા વીસમા તીર્થંકર અને બારસ ચક્રવર્તી બને નિર્વાણ પામ્યા પછી યુગલિકધર્મ પ્રવર્તશે.
पउमाभसरदेवो, सुपाससयंपभसव्वअणुभूई । । देवसुअउदयपेढाल-पुट्टिलसयकितिसुवयऽममा ॥ ६४॥ . निकसायनिप्पुलयनिममचित्तगुत्ता समाहिसंवरिया ।
जसहरविजओ मल्लो, देवोऽणतविरि भद्दकरो ॥६५॥ અર્થ: આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રને વિષે ૧ પદ્મનાભ, ૨ સૂરદેવ, ૩ સુપાસ, ૪ સ્વયંપ્રભ, ૫ સર્વાનુભૂતિ, ૬ દેવશ્રુત, છ ઉદય, ૮ પેઢાલ, ૯ પથ્રિલ, ૧૦ શતકીર્તિ, ૧૧ સત્યકી, ૧૨ અમમ, ૧૩ નિષ્કષાય, ૧૪ નિપુલાક, ૧૫ નિર્મમ, ૧૬ ચિત્રગુપ્ત, ૧૭ સમાધિ, ૧૮ સંવર, ૧૯ યશધર, ૨૦ વિજય, ૨૧ મલ, ૨૨ દેવ, ૨૩ અનંતવીર્ય, ૨૪ ભદ્રંકર નામના તીર્થકર થશે. | ભાવાર્થ – પદ્મનાભ -શ્રેણિકરાજાને જીવ-જે હાલમાં પહેલી નરકમાં છે, તે ત્યાંથી યવને શતદ્વાર નામના નગરમાં મહાપદ્મ નામે રાજા થશે, તે રાજા આવતી ચવીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે. તેનું ૭૨ વર્ષનું આયુષ્ય, સાત હાથનું શરીર, સિહનું લાંછન થશે તે મહાપ રાજાના બીજા નામે દેવસ અને વિમળવાહન થશે. તેમને સર્વ વૃત્તાંત મહાવીરસ્વામીની જેમ જાણે.
૨ સૂરદેવ -વર્ધમાનસ્વામીના કાકા સુપાર્થ હતા, તેને જીવ સૂરદેવ નામના બીજા તીર્થકર, પાર્શ્વનાથ જેવા થશે. તેમનું ૧૦૦ વર્ષનું આયુષ્ય, નવ હાથનું શરીર અને સપનું લાંછન જાણવું.
૩ સુપાશ્વ-પદિલનો જીવ (પરંતુ વિવાયસૂત્રમાં કહેલ છે તે નહીં) સુપાર્શ્વ