________________
૨૨૫
શ્રી કાળ સપ્તતિકા હેવાથી છત્રીશ થયા, તે જ રીતે સિંધુ નદીના ચારે તરફના છત્રીશ મળીને કુલ બહોતેર બિલ થાય છે.
अग्गिमअराइमाणं, पुव्व अरते इहं तु छटुंते ।
સ્થતપુ સોવરિલા, ભદુસવળી નવ | ૬૦ | અર્થ = ઉત્સર્પિણીના દરેક આરાનું આયુષ્ય, દેહાદિનું માન અવસર્પિણીના આરાની જેમ વ્યુત્ક્રમથી જાણવું. ઉત્સર્પિણમાં આદિના આરામાં જે જે દેહ આયુષ્ય વિગેરેનું માન હોય, તે અવસર્પિણીના આરાના અંતે જાણવું. અવસર્પિણીના છઠ્ઠા આરાને અંતે એક હાથનું શરીર અને સેળ વર્ષનું આયુષ્ય હેય.
ભાવાર્થ- અવસર્પિણીને છ આરો અને ઉત્સર્પિણીને પહેલો આરો સમાન જાણો. એ જ રીતે અવસર્પિણીના પાંચમા આરામાં આયુષ્ય દેહાદિનું માન હોય તેટલું ઉત્સર્પિણીના બીજા આરામાં હોય. આ રીતે ઉત્સર્પિણીમાં વિપરીત રીતે જાણવું.
पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहंति पढमते ।
भूसीयलननेहो-सहिरसया सत्तसत्तदिणे ॥६१ ॥ અથ – ઉત્સર્પિણના પહેલા આરાના અંતે અને બીજા આરાના પ્રારંભમાં પુષ્કરાવ મેઘ, ખીરરસમેઘ, ઘતરસમેઘ, અમૃતરસમેઘ, રસમેઘ આ પાંચ પ્રકારના મેળે અનુક્રમે સાત-સાત દિવસ વરસશે તે પૃથ્વીને શીતલ, અન્નવાળી, સ્નેહસહિત, ઔષધસહિત અને રસવાળી કરશે.
ભાવાર્થ – અવસર્પિણીના છઠ્ઠા આરામાં ક્ષારાદિના ખરાબ મેઘ વરસવાથી થયેલી ઈગાલ-ક્ષારમય પૃથ્વીને સ્વાદુ, સ્વચ્છ અને હિતકારી જળ વરસવાથી શાંત કરી દેશે. આ પુષ્કરવમેઘ દાહને ઉપશમાવે છે. ખીરરસમેઘ વરસવાથી પૃથ્વી પર ઘણું ધાન્ય નીપજે છે. ધૃતરસમેઘ પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરે છે. અમૃતરસમેઘ નાનાપ્રકારની ઔષધિને તેમજ નાના પ્રકારના વૃક્ષો અને લત્તાના અંકુરાને ઉત્પન્ન કરે છે. રસમેઘ સુરસમય જલવાળે વરસે છે, તે વનસ્પતિઓમાં તિકતાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરે છે. આ રીતે પાંચ પ્રકારના મે સાત સાત દિવસ વરસે છે.
बीए उ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो ।
સંગામસુવાસ તો, સુણો સરૂ રત્તિ | દર | અર્થ - બીજા આરાના અંતે નગરાદિને કરનાર જાતિસ્મરણ જ્ઞાનવંત વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ અને સન્મતિ-આ સાત કુલકર થશે.