SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાળ સપ્તતિકા ૨૧૯ અવર્પિણી અને ઉત્સર્પિણીરૂપ એ કાળને વિષે અનુક્રમે ત્રીજા અને ચાથા આરાના નેવ્યાશી પખવાડીયા શેષ રહે ત્યારે અને વ્યતીત થાય ત્યારે પહેલા અને છેલ્લા તીર્થંકર સિદ્ધ થાય અને ઉત્પન્ન થાય. ભાવા = અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા ખાકી રહે ત્યારે પહેલા તીર્થંકર સિદ્ધ થાય અને ચેાથા આરાના નેવ્યાશી પખવાડીયા માકી રહે ત્યારે છેલ્લા તીર્થંકર સિદ્ધ થાય, તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે પહેલા જિનેશ્વરના જન્મ થાય અને ચાથા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા જિનેશ્વરના જન્મ થાય. (અહીં જન્મના અર્થ ચ્યવન સમજવા.) वीर उमंतरं पुण, चुलसी सहस सगवास पणमासा । पंचमअरयनरा सगकरूच्च वीससयबरिसाऊ ॥ ३२ ॥ અર્થ :- -મહાવીર પરમાત્મા અને પદ્મનાભસ્વામીનું આંતરુ' ચારાશી હજાર સાત વર્ષ અને પાંચ મહિનાનું છે. પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્યા સાત હાથ ઉંચા અને એકસો ને વીશ વર્ષના આયુષ્યવાળા હોય છે. ભાવાર્થ :- અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠો આરો ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષના અને ઉત્સર્પિણીના પહેલા અને બીજો આરા ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષના કુલ ૮૪૦૦૦ અને અવસર્પિણીના ચાથા આરાના છેલ્લા ૮૯ પક્ષ તથા ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રાર *ભનાં ૮૯ પક્ષ એ સવ મળી ૮૪૦૦૦ ને ૭ વર્ષ અને ૫ માસ થાય છે. सुमाइ दुपसहंता, तेवीसुदएहिं चउजुअदुसहसा । जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥ ३३ ॥ અર્થ :- સુધર્માસ્વામીથી આરંભીને પસહર સુધી ત્રેવીશ ઉદયમાં બે હજાર ચાર યુગપ્રધાન આચાર્ચા થશે. તથા તે યુગપ્રધાન જેવા અગ્યાર લાખ સેાળ હજાર બીજા આચાર્ય થશે. . ए गवयारि सुचरणा समयविऊ पभावगा य जुगपवरा । पावयणियाइदुतिगा - इवरगुणा जुगपहाणसभा ॥ ३४ ॥ અર્થ:- જે યુગપ્રધાન આચાય થશે તે સર્વે એકાવતારી, ઉત્તમ ચારિત્રવાળા, સર્વ આગમના જાણકાર અને શાસનની પ્રભાવના કરનારા થશે. તથા જે યુગપ્રધાનના જેવા આચાર્ચા થશે તે પ્રાવચનિકાદિ બે, ત્રણ આદિ શ્રેષ્ઠ પ્રભાવક ગુણ યુક્ત થશે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy