________________
શ્રી કાળ સપ્તતિકા
૨૧૫ तइआरे पलिओवम-अडंसि सेसमि कुलगरुप्पत्ती ।
जम्मद्धभरहमज्झिम-तिभागनइसिंधुगंगतो ॥ १७ ॥ ત્રીજા આરામાં પલ્યોપમને આઠમે ભાગ બાકી રહે, ત્યારે કુલકરની ઉત્પત્તિ થાય છે. દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યના ત્રીજા ભાગમાં સિદ્ધ અને ગંગાનદીની વચ્ચે તેમનો જન્મ થાય છે.
पलिओवमदसमंसो, पढमस्साऊ तओ कमेणूणा ।
पंचसु असंखपुव्वा, पुन्वा नाभिस्स संखिज्जा ॥ १८ ॥ અર્થ –પહેલા વિમલવાહન નામના કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગ જેટલું હોય છે. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વોનું જાણવું પણ અનુક્રમે ઓછું છું સમજવું, તથા સાતમા નાભિકુલકરનું આયુષ્ય સંખ્યાતા પૂર્વનું (કેડપૂર્વનું) જાણવું.
पढमंसो कुमरत्ते, चरिमदसंसो अ वुड्ढभावंमि । . “ મજ્જતંતુ, વાળ ઝારું શુરાi ૨૧ /
અથ–સર્વે કુલકરના પિતા પોતાના આયુષ્યના દશ દશ ભાગ કરવા. તેમાં પહેલે દશમે ભાગ કુમારપણમાં અને છેલ્લે દશમો ભાગ વૃદ્ધપણામાં તથા મધ્યમના આઠ દશાંશ કુલકર પણાને કાળ જાણવો.
धणुसयनवअडसगसढ छ छसड्ढपणपणपणीसुच्चा ।
कुलगरपियाऽवि कुलगर-समाउदेहा पिअंगुनिभा ॥ २० ॥ અર્થ –પહેલા વિમલવાહન કુલકરનું દેહમાન નવસો ધનુષ, બીજા ચક્ષુષ્માનનું આઠસે ધનુષ, ત્રીજા યશવંત કુલકરનું સાતસે ધનુષ, ચોથા અભિચંદ્ર કુલકરનું સાડા છસે ધનુષ, પાંચમા પ્રસેનજિત કુલકરનું છ સે ધનુષ, છઠ્ઠા મરૂદેવ કુલકરનું સાડા પાંચસો ધનુષ અને સાતમા નાભિકુલકરનું દેહમાન પાંચ પચીસ ધનુષનું જાણવું. તથા કુલકરની પ્રિયાઓ પણ કુલકરની સમાન આયુષ્ય તથા ઊંચાઈવાળી હોય છે અને પ્રિયંગુ જેવી શ્યામ વર્ણવાળી હોય છે.
सविमलवाहणचक्खुमजसमं, अभिचंदओ पसेणइआ ।
मारुदेव नाभिकुलगर, तियअरगते उसहभरहो ॥ २१ ॥ અર્થ:-વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વત, અભિચંદ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિકુલકર એમ સાત કુલકર થયા પછી ત્રીજા આરાને છેડે પ્રથમ તીર્થકર ઋષભદેવ અને ભરત ચક્રવતીને જન્મ થયે.