________________
૨૧૪
પ્રકરણ-રત્નાવલી અર્થ:- પહેલા આરામાં પક્ષીઓનું શરીર ધનુષપૃથકત્વ (૨ થી ૯ ધનુષ); હાથી વિગેરેનું છ ગાઉનું હોય છે તે બધા પહેલા આરાના પ્રારંભમાં છઠ્ઠને આંતરે આહાર કરે છે ત્યાર પછી બાકીના આરામાં ક્રમશ આયુષ્ય, દેહમાન, આહારદંતર વિગેરેની હાનિ થાય છે તે અન્ય સૂત્રથી જાણી લેવું.
ભાવાર્થ –૧ ત્રણે આરામાં મનુષ્ય કરતાં બમણું, છ, ચાર, અને બે ગાઉનું શરીર ચતુષ્પદનું હોય છે. તે
૨ પહેલા આરામાં બે દિવસને અંતરે, બીજા આરામાં એક દિવસને આંતરે અને ત્રીજા આરામાં દરરોજ તિર્યંચ યુગલિકને આહાર હોય છે. દશ પ્રકારના કલ્પવૃક્ષ :
पाणं भायण पिज्छण, रविपह दिहपह कुसुम आहारो। . भूसण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ॥ १५ ॥ ते मतंगा भिंगा, तुडिअंगा जोइ दीव चित्तंगा ।
વિતરક્ષા નિયા, નેહા શિવા (T) | ૨૬ છે અર્થ --દશ પ્રકારના કલ્પવૃક્ષે યુગલીયા મનુષ્યને દસ વસ્તુ આપે છે? (૧) મતગ નામના કલ્પવૃક્ષે દ્રાક્ષાદિના પાણી વિગેરે પીવાની વસ્તુ આપે છે. (૨) ભંગ નામના કલ્પવૃક્ષ સુવર્ણના થાળ, વાટકા વિગેરે ભાજને આપે છે.
(૩) કુટિતાંગ નામના કલ્પવૃક્ષ વાજિંત્ર સહિત બત્રીસ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે.
(૪) તિરંગ નામના કલ્પવૃક્ષે રાત્રે પણ સૂર્યના ઉદ્યોત જેવી પ્રભાને પ્રગટ કરે છે. - (૫) દીપાંગ નામના કલ્પવૃક્ષ ઘરની અંદર દીવા જેવી પ્રજાને પ્રગટ કરે છે. - (૬) ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો વિચિત્ર જાતિના પંચવર્ણના સુગંધી પુષ્પ તથા માળા વિગેરે આપે છે.
(૭) ચિત્રરસ નામના કલ્પવૃક્ષે મનહર ષડ્રસ મિષ્ટાન્નાદિ આહાર આપે છે. (૮) મર્યાગ નામના કલ્પવૃક્ષે મણિ, મુગટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણ આપે છે.
(૯) ગેહાકાર નામના કલ્પવૃક્ષે વિચિત્ર પ્રકારની ચિત્રશાળા વિગેરે સહિત સાત, પાંચ, અને ત્રણ માળના ઘરે આપે છે.
(૧૦) અનગ્ન નામના કલ્પવૃક્ષ નાના પ્રકારનાં વસ્ત્ર, ભદ્રાસન વિગેરે આસને તથા શય્યા વિગેરે આપે છે.