________________
શ્રીપુદગલપરાવર્તસ્તવ.
મિ
,
આપણો આત્મા અજ્ઞાનવશ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી અનંત પુગલ પરાવર્ત સુધી ભમ્યો છે.
એ પુદ્ગલ પરાવર્ત એટલે શું ? એ પણ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી અને તેના પણ સૂક્ષ્મ અને બાદર બે ભેદ પડતાં ૮ પ્રકાર થાય છે એનું સર્વ સ્વરુ૫ ૧૧ ગાથામાં કહી જીવને સંસાર પ્રત્યે નિવેદ જાગે તેવું વર્ણનાત્મક સ્વરૂપ કહ્યું છે. અને આ ગ્રંથના કર્તા મહાત્માએ વૈરાગ્યગર્ભિત આ સ્તવ. દ્વારા પિતાને ભવ વૈરાગ્ય ઝળહળતે બતાવી દીધો છે. આપણે પણ આ પદાર્થોને . સમજીને આત્માના વિકાસ માટે આગળ વધવા પ્રયત્ન કરીએ.
श्री वीतराग! भगवस्तव समयालोकनं विनाऽभूवन् ।
द्रव्ये क्षेत्रे काले, भावे में पुद्गलावर्ताः ॥१॥ અર્થ-હે વીતરાગ ! તમારા સિદ્ધાંતની વિચારણ વિના મારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અનંત પુદ્દગલપરાવર્તે થયા. - ભાવાર્થ -પ્રભુના સિદ્ધાંતને સમજ્યા વિના આ જીવે અનંતા પુદ્ગલ પરાવર્તે સંસારમાં પરિભ્રમણ કરેલ છે.
मोहप्ररोहरोहानट इव भवरङ्गसङ्गतः स्वामिन् ।
कालमनन्तानन्तं, भ्रान्तः षट्कायकृतकायः ॥२॥ અર્થ –હે સ્વામિન્ ! મેહ અજ્ઞાન તેના અંકુરાની વૃદ્ધિ થવાથી હું સંસારરૂપ નાટકશાળામાં અનંતાનંત કાળ સુધી નટની જેમ માર્યો. મેં કાયમાં જુદી જુદી કાયાના શરીર ધારણ કર્યા અને તે રૂપે સંસારમાં નાટક કર્યું. | ભાવાર્થ –અજ્ઞાનપણથી આ જીવે અનંતાકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરેલ છે. નટની જેમ વિવિધ પ્રકારના અવતારે પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રણ આ છ કાયમાં ધારણ કર્યા છે. (આ અનંતાનું સ્વરૂપ શાસ્ત્રભાષાથી સરસવ યુક્ત ચાર પ્યાલાના દષ્ટાંત દ્વારા અન્ય ગ્રંથથી જાણી લેવું)
પુદ્ગલ પરાવર્સ ચાર પ્રકારે છે.
(૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ તેમાં પણ દરેકના બે-બે ભેદ છે. (૧) સૂમ (૨) બાદર એટલે આ રીતે કુલ આઠ ભેદ થાય છે.
(૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત. (૨) સૂકમ દ્રવ્ય પુદ્દગલપરાવર્ત.