________________
૧૯૯
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા
इय पयरलिहियवग्गियसंवंट्टियलोगसारमुवलब्भ ।
सुअधम्मकित्ति तहजयइ जहा भमइ न इह भिसं ॥३२॥ અર્થ એ પ્રમાણે છપ્પન પ્રતર છે તેનું લિખિત, વર્ગિત અને સંવર્તિત એ જે લેક તેને સાર યથાર્થ પણે લોકસ્વરૂપ સદ્દગુરુથી પામીને તે પ્રકારે ઉદ્યમ કર કે જેથી આ લેકમાં અનંત જન્મ-મરણ પામી અનંતવાર ફરીને ન ભમવું પડે. આ લેકની સાર કે જે શ્રુતધર્મમાં સિદ્ધાંતમાં જ્ઞાનના બળથી જ્ઞાનવાન શ્રી તીર્થકરે કહેલ છે.
ભાવાર્થ –લેકનાલિકા પ્રકરણમાં કહ્યા મુજબ આ લેકમાં જીવ અનંત-જન્મ મરણ પામતાં અનંતી વાર ભયે છે હવે લેકનું તત્ત્વજ્ઞાન પામી જીવ તે પ્રમાણે ઉદ્યમ કરે કે જેથી કરીને ભમવું ન પડે, આ તીર્થકર, સકલજીવહિતકર, પરમ પરમેશ્વરને ભવ્ય જીવને ઉપદેશ છે.
श्रीमदातोक्तविधिना लोकनालस्य वार्तिकं । धीमित्रधनराजस्य गंगाख्यतनुजाकृते ॥१॥ श्रीमत्सहजरत्नेन व्याख्यातमुदयाब्धिना ।
असंगतं यदुक्तं तद्विशोध्यं धीधनैर्भशम् ॥२॥ શ્રીમાન આપ્ત (તીર્થકરોની કહેલી વિધિથી આ લેકનાલ પ્રકરણનું વાર્તિક ધીમિત્ર (બુદ્ધિમાન) ધનરાજની ગંગા નામની પુત્રીને માટે શ્રીમાન સહજરત્નરૂપ ઉદયસાગરે રચેલું છે. તેમાં જે કાંઈ અસંગત કહેવાયું હોય તે બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનોએ સારી રીતે શોધવું આ પ્રમાણે લેકનાલિકા પ્રકરણ પૂર્ણ થયું.