SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લેકાનાલિકા દ્વાર્વિશિકા ૧૯૫ ખંડ છે, તે ઊર્વ લેકમાં ત્રસનાડીની બહાર ડાબી બાજુ ઊલટા કરીએ–ઉપરના ખંડની કેણીની જે દિશા, તે મસ્તકની તરફ કરીએ, અને નીચેના ખંડની કણીની જે દિશા તે લેકના મધ્ય તરફ કરીએ એટલે નીચેને ખંડ ઉપરની દિશાએ તથા ઉપરને ખંડ નીચેની દિશાએ સ્થાપીએ. ત્યારે ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો ત્રણ રાજ થાય. તે આ પ્રમાણે–ત્રસનાડીથી બહાર કેણીના ઠેકાણે જમણી બાજુએ આઠ ખંડુકે તિરછી છે તેને બે રાજ અને એક ત્રસનાડીનું રાજ એમ ત્રણ રાજ પહેળાઈએ થાય અને દીર્ઘત્વે ઊંચપણે સાત રાજ થાય. हिट्ठाउ वामखंडे, दाहिणपासे ठविज्ज विवरीअं । उपरिम तिरज्जुखंड, वामे ठाणे अहो दिज्जा ॥२७॥ અથ–અલકમાં ત્રસનાડીની ડાબી બાજુ જે ખંડ છે તેને વિપરીત સ્થાપીએ પછી ઊર્વકનો તિર્થો ત્રણ રાજનો ખંડ છે તે ડાબી બાજુ સ્થાપીએ એટલે ઘનક થાય. ભાવાર્થ –અધોલકમાં વસનાડીની ડાબી બાજુને જે આખો ખંડ છે, તે વિપરીત એટલે અવળો અથવા ઊંધો ત્રસનાડીની જમણી બાજુ સ્થાપીએ, એટલે અધોલેકમાં જમણી બાજુ તિચ્છ ચાર રાજ અને લંબાઈમાં સાત રાજ થાય. તે આ પ્રમાણે- ત્રસનાડીથી જમણી બાજુમાં અધોલેકની નીચે બાર ખડુક છે તેના ત્રણ રાજ અને ત્રસનાડીનું એક રાજ, એમ ચાર રાજ થાય. પછી ઊલકને તિર્થો ત્રણ રાજ પહોળો ને લાંબે સાત રાજ પ્રમાણ ખંડ છે તે અધોલેકમાં જે ત્રસનાડી છે તેની ડાબી બાજુ સ્થાપીએ એટલે સર્વત્ર પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર દિશાએ ઊંચાઈ તથા જાડાઈમાં સાત રાજ પ્રમાણ ઘનક થાય. .... इय संवट्टियलोओ, बुद्धिकओ सत्तरज्जुमाणघणो । ___ सगरज्जु अहिय हिट्ठा, गिहिअ पासाइ पूरिज्जा ॥२८॥ અર્થ એ પ્રકારે આ સંવર્તિતલક બુદ્ધિથી કરેલ સાત રાજ પ્રમાણ ઘન થ. સાત ઘનરજજુ કરતાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ જ્યાં અધિક ખંડુકે હોય તે લઈને નીચે જે જગ્યાએ ઓછું હોય તે પાસુ પૂરતા ચોરસ સાત ઘનરજજુ પ્રમાણ લેક થાય. ભાવાથી આ લેકનાલિકા ચોરસ નથી, વૃત્તાકાર છે, પણ ઘનક વૃત્તાકાર લખાય નહીં, તેથી ચેરસ પ્રમાણ આપેલ છે, સાતરાજ ઘનીકૃત લેકમાં ઘનરજુ, પ્રતરરજજુ, સુચિરજુ અને ખડુકેની સંખ્યા घणरज्जु तिसय तेयाल तेर बावत्तरीय पयर सूई । चउपन्नअडसि खंडुअ, सहसिगवीसा नवदुपन्ना ॥२९॥
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy