________________
શ્રી લેકનાલિકા દ્વાઢિશિકા.
ચૌદ રાજલોકમાં રહેલ લોકનાલિકાનું સ્વરૂપ એના ખંડુક, સૂચીરજજુ, પ્રત૨૨જ્જ ઘનરજજ, વગેરેનું ઊધ્વ-અધે અને તિછલકને આશ્રયીને ખૂબ જ વિસ્તારથી વર્ણન કરેલ છે. કેટલી શ્રેણિમાં કેટલા ખંડુક એ સર્વવિગત સચોટ રીતે જણાવેલ છે. આ પ્રકરણ ક્ષેત્ર અને કાળ સંબંધિત છે. અંતે ઉપદેશાત્મક ગાથામાં આ પ્રકરણના અભ્યાસને શું સાર છે ? તે જણાવીને આપણને સુંદર તત્ત્વજ્ઞાન આપી દીધું છે.
પ્રથમ બાલાવબેધકર્તાનું મંગલાચરણ :
श्रीमदाप्तं प्रणम्यादौ जगतः स्थितिदर्शकम् ।
वक्ष्ये लोकविचारस्य, वार्तिकं समयानुगम् અર્થ જગતના સ્વભાવને દેખાડનારા શ્રી વીતરાગ ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને લેકના વિચારનું વ્યાખ્યાન શાસ્ત્રને અનુસારે હું કહીશ.
जिणदंसणं विणा जं लोअं पूरंत जम्ममरणेहिं ।
भमइ जिओऽणंतभवे, तस्स सरूवं किमवि वुन्छं ॥१॥ અર્થ -શ્રી તીર્થકર દેવે કહેલ સમ્યકત્વ દર્શન અથવા તીર્થકરનું દર્શન, તે વિના જીવ જન્મ અને મૃત્યુ દ્વારા ચૌદ રાજલકને પૂરતાં અનંતભવ ભમે છે. તે લેકનું સ્વરૂપ કાંઈક કહું છું.
ભાવાર્થ -કનું સ્વરૂપ-આકાર, લંબાઈ, પહોળાઈ, જાડાઈ વિગેરે કહે છે. લેકના આકારનું સામાન્ય વર્ણન -
वइसाहठाणठिअपय - कडित्थकरजुगनरागिई लोगो ।
उप्पत्तिनासधुवगुण-धम्माइछदव्वपडिपुण्णो ॥२॥ અર્થ - બે પગ પહોળા કરીને કેડ ઉપર હાથ રાખીને ઉભેલા મનુષ્યની આકૃતિને વૈશાખ સંસ્થાન કહેવાય છે. આવા આકારવાળો લેક છે. તે લેક ઉત્પત્તિ-સ્થિતિ અને નાશ ઘર્મથી યુક્ત ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી પરિપૂર્ણ છે. - ભાવાર્થ-વૈશાખસંસ્થાન:- પહોળા પગવાળા સંસ્થાનને એટલે છાશ