________________
૧૭૮
પ્રકરણ રત્નાવલી વવવાના સમયે જેવો આકાર હોય તેવા આકારે બે પગે ઉભા રહી કેડ ઉપર હાથ રાખી જેવી આકૃતિ થાય તેવી મનુષ્યાકૃતિ સમજવી.
" શ્રી જ્યારે છાશ વલોવે છે ત્યારે બે પગ પહોળા રાખે છે અને કટિપ્રદેશને વિષે સંકીર્ણ થાય છે. વળી વલોવતાં બન્ને હાથ કટિપ્રદેશે રાખવામાં આવે છે ત્યારે બે કેણીના વચલા ભાગમાં કટિપ્રદેશથી હૃદય સુધી ચઢતે વિસ્તાર થાય છે, અને ત્યાંથી ઉપર મસ્તક તરફ સંકીર્ણ થાય છે તેમ લેક પણ મધ્યભાગથી ઉપર ચઢતાં પાંચમા દેવલોક સુધી વિસ્તાર પામેલ છે. ત્યાંથી સંકીર્ણ થાય છે તે માટે વવનારી સ્ત્રીના આકારનું દૃષ્ટાંત કહ્યું છે.
એવા આ લેકમાં ઉત્પત્તિ, સ્થિત અને ધૃવગુણવાળા (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય (૬). કાળ એ છ દ્રવ્ય રહેલા છે.
કેટલાક પરદશની એમ કહે છે કે લેક બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે, વિષ્ણુ પાલન કરે છે, મહાદેવ સંહાર કરે છે, શેષનાગ, કાચ અને કામધેનુ તેને ધારણ કરી રહ્યાં છે એમ માને છે. પરંતુ જૈનદર્શનની માન્યતા જે છે તે આ લેખમાં બતાવે છે.
केण वि न कओ न धओ-ऽणाहारो नहठिओ सयंसिद्धो ।
अहमुहमहमल्लग-ठिअलहुमल्लगसंपुडसरिच्छो ॥३॥ અર્થ -આ લેક કેઈ એ ઉત્પન્ન કર્યો નથી, કેઈએ પણ ધારણ કર્યો નથી, નિરાધાર રહેલો છે, સર્વ પદાર્થ લોકને આધારે છે, કાકાશને વિષે સ્થિત છે, સ્વયંસિદ્ધ છે. બીજી રીતે લેકને આકાર :
ઉધે રાખેલો જે મેટ શરાવ તેની ઉપર રાખેલ નાના શરાવના સંપુટ સરખે આ લેકને આકાર છે.
पयतलि सग मज्झेगा, पण कुप्परि सिरतलेगरज्जु पिहू ।
सो चउदसरज्जुच्चो, माधवइतलाओ जा सिद्धी ॥ ४ ॥ અર્થ -વૈશાખસ્થાનસ્થિત મનુષ્યને આકારે લક કહ્યું, તે પગના તળિયાના સ્થાને ચારે દિશાએ સાત રાજ પ્રમાણ પહેળો છે; મધ્યભાગે જે પુરૂષાકારમાં નાભિનું સ્થાન છે ત્યાં એક રાજ પ્રમાણ ચારે દિશાએ પહોળે છે, અને હાથની કેણીના સ્થાને પાંચ રાજ પ્રમાણ પહેળે અને મસ્તકના સ્થાને એક રાજ પ્રમાણુ પહોળા છે. તે લેઠ માધવતી નામની સાતમી નરક પૃથ્વીના તળિયાથી ઉપર યાવત્ સિદ્ધ છે ત્યાં સુધી છે અને તે ચૌદરાજ પ્રમાણ ઊંચે છે.