________________
શ્રી વિચારસપ્તતિકા
देणपुचकोडी, गुरुअ च अंतमुहु दे । ઇટ્ટાના સત્તા, જીજુ સમયા અંતમુદું ગુરુના ॥ ૭૬ ॥
અર્થી:-પાંચમા દેશિવરાંત ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ ન્યૂન ફ્રેડપૂર્વની તથા જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે ૬ થી ૧૧ પર્યંત છ ગુણસ્થાનકની જઘન્યસ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે.
ભાવાથ:-કાઈક ક્રાડ પૂર્વના આયુષ્યવાળા જીવ આઠ વર્ષની ઉંમર થયા પછી દેશિવરતિને ગ્રહણ કરે તેથી આ પ્રમાણે સ્થિતિ જણાવી છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની સાથે સ્થિતિ દેશાન ફ્રોડ પૂર્વાંની સમજવી. - अंतमुहुत्त एगं, अलहुकोसं अजोगिखीणे । देणyaकोडी, गुरुअं लहु अंतमुहु जोगी ॥ ७७ ॥
૧૭૩
અ:-ચૌદમા અચેાગીકેવલી અને બારમા ક્ષીણમાહ ગુણસ્થાનકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂત્ત'ની છે તથા તેરમા સચેાગી કેવલી ગુણુસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન ક્રોડ પૂર્વની અને જઘન્ય અંતર્મુહૂત્ત'ની છે.
૨-૩ ગુણસ્થાનકે આયુક્ષયઃ
मीसे खीण सजोगी, न मरंत मरंतेगारसगुणेसु । तह मिच्छसासाणअविरइ सहपरभवगा न सेसट्टा ॥ ७८ ॥
અર્થ :–ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે, ખારમા ક્ષીણમેાહ ગુણસ્થાનકે તથા તેરમા સચેાગીકેવલી ગુણસ્થાનકે વતા જીવ મરણ પામતા નથી, બાકીના અગ્યાર ગુણસ્થાનકમાં વતા જીવ મરણ પામે છે.
મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતિ એ ત્રણ ગુણસ્થાન સહિત જીવા પરભવમાં જાય છે. બાકીના આઠ ગુણસ્થાનકા જીવની સાથે પરભવમાં જતાં નથી.
ભાવાર્થ :-ખારમા, તેરમા અને ચૌદમા ગુણસ્થાનકથી તા નિયમા મેાક્ષગતિ જ છે.
૪ ગુઠાણામાં અલ્પમહુl:
वसंतजिणा थोवा, संखिजगुणाओ खीणमोहिजिणा । सुहमनिअट्टिअनिअट्टि, तिनि वि तुल्ला विसेसहिआ ॥ ७९ ॥
અર્થ :-ઉપશાંતમાહ ગુણુઠાણે વતતા જિના સર્વાંથી ઘેાડા, તેનાથી ક્ષીણ માહી જિના સંખ્યાતગુણા, તેનાથી સૂક્ષ્મસ'પરાય, અનિવૃત્તિ અને અપૂર્વકરણ એ ત્રણે ગુણઠાણે વતા જીવા વિશેષાધિક અને સ્વસ્થાને તુલ્ય છે.