________________
૧૭૪
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ –આધારમાં આધેયને ઉપચાર કરવાથી ગુણસ્થાનકને સ્થાને ગુણસ્થાનકમાં વર્તતા જી લેવા. ઉપશાંતજિને સર્વથી થોડા, કારણ કે ઉપશમશ્રેણી પ્રતિપદ્યમાન છે એક સમયમાં ઉત્કૃષ્ટથી ચેપન લભ્ય થાય છે. તેનાથી ક્ષીણમેહજિને સંખ્યાતગુણા,
કારણ કે ક્ષપકશ્રેણી પ્રતિ પદ્યમાન છે ઉત્કૃષ્ટા એક સમયે એકસે ને આઠ લભ્ય થાય છે.
આ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જાણવું. જઘન્યની અપેક્ષાએ તે તેથી વિપર્યાસ પણ હોય, જેમકે ક્ષીણમેહી થોડા હોય અને ઉપશાંતહી તેનાથી સંખ્યાતગુણ હોય.
તેનાથી સૂમસંપાય, અનિવૃત્તિ અને અપૂર્વકરણ એ ત્રણ ગુણસ્થાનકે વર્તતા જ વિશેષાધિક અને સ્વસ્થાને તુલ્ય છે.
जोगि अपमत्त इयरे, संखगुणा देस सासणा मिस्सा ।
अविरय अजोगि मिच्छा, चउर असंखा दुवे गंता ॥ ८ ॥ અર્થ - તેનાથી સગી કેવલી સંખ્યાતગુણ, તેનાથી અપ્રમત્ત સંખ્યાતગુણ, તેનાથી પ્રમત્ત સંખ્યાતગુણ, તેનાથી દેશવિરત, સાસ્વાદન, મિશ્ર અને અવિરત એ ચારે અસંખ્યાતગુણ છે. ત્યારપછી અગી કેવલી અને મિથ્યાદષ્ટિ એ બે અનંતા છે.
ભાવાર્થ તેનાથી સગી કેવલી સંખ્યાતગુણ - કારણ કે બે થી નવ કેડ હોઈ શકે છે. તેનાથી અપ્રમત્ત સંખ્યાતગુણ - કારણ કે બે હજાર કોડથી નવ હજાર કોડ હોઈ શકે છે. તેનાથી પ્રમત્ત સંખ્યાતગુણ - કારણ કે ઘણા જીવો પ્રમાદી હોય છે, અને પ્રમત્તપણું ઘણા કાળ સુધી રહે છે. તેનાથી દેશવિરત અસંખ્યાતગુણું - કારણ કે દેશવિરતિને ધારણ કરનાર તિય અસંખ્યાતા છે. તેનાથી સાસ્વાદની અસંખ્યાતગુણ -
સાસ્વાદનવાળા તે કઈવાર ન પણ હેય અને હોય ત્યારે જઘન્યથી એક બે હોય છે, તથા ઉત્કૃષ્ટથી દેશવિરતિ કરતાં અસંખ્યાતગુણ હોય છે.
તેનાથી મિશ્ર અસંખ્યાતગુણ -
કારણ કે સાસ્વાદનના છ આવલિકા રૂપ ઉત્કૃષ્ટ કાળ કરતાં મિશ્રને અંતમુહૂર્ત સંબધી કાળ ઘણું મટે છે.
તેનાથી અવિરતજી અસંખ્યાતગુણ - કારણ કે તે ગુણસ્થાનક ચારે ગતિના જીવોને હોય છે.