________________
૧૭૨
પ્રકરણ રત્નાવલી અભવ્યજીવને અનાદિઅનંત ભાંગે મિથ્યાત્વ હોય છે.
તથા ભવ્યમાં પણ જે મેક્ષ પામવાને અયોગ્ય હોય =જાતિભવ્યજીવોને અનાદિ અનંત મિથ્યાત્વ હોય છે. એ પ્રથમ ભાંગે જાતિભવ્યા
કેટલાક ભવ્ય એવા પણ છે કે જેમને મેક્ષમાં જવાની ચેગ્યતા હોવા છતાં નિગોદમાંથી બહાર નીકળવાના જ નથી તે જાતિભવ્ય કહેવાય છે.
તથા મેક્ષ પામવાને વેગ્ય ભવ્યજીવને અનાદિ સાંત મિથ્યાત્વ હોય છે. જેમકે : કઈક જીવ મરૂદેવી માતાની જેમ સમકિત પામીને વસ્યા સિવાય તે ભવમાં જ મોક્ષે જાય, એ બીજો ભાંગે જાણવો.
તથા કેઈક જીવને સાદિસાત મિથ્યાત્વ હોય છે.
જેમકે કઈ છવ શ્રી મહાવીર સ્વામી વિગેરેની જેમ સમકિત પામીને પછી ફરીથી મિથ્યાત્વ પામે છે અને ત્યાર પછી ફરીથી સમક્તિ પામી મેક્ષે જાય છે. એ ચેાથે ભાંગે જાણ.
સાદિ અનંત ત્રીજો ભાગ મિથ્યાત્વના વિષયમાં હોતું નથી. સાદિસાત ભાંગાને કાળપ્રમાણ:
लहु अंतमुह गुरूअं देखणमवड्ढपुग्गलपरछ्र ।
सासाणं लहु समओ, आवलिछकं च उकोसं ॥ ७४ ॥ અર્થ:-તે સાદિસાંત ભાંગે મિથ્યાત્વ જઘન્યથી અંતમુહૂર્ત તથા ઉત્કૃષ્ટથી દેશના અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રહે છે. તથા સાસ્વાદન ગુણસ્થાનકને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે.
अजहन्नमणुकोसं, अंतमुहू मीसगं अह चउस्थं । ..
समहिअतित्तीसयरे, उक्कोसं अंतमुहु लहुअं ॥ ७५ ॥ અર્થ -મિશ્ર ગુણ સ્થાનકને કાળ અજઘન્યત્કૃષ્ટ (મધ્યમ) અસંખ્ય સમયવાળા અંતર્મુહૂર્તને છે. ચેથા અવિરતિ ગુણસ્થાનકનો કાળ ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરેપમ અને જઘન્યથી અંતમુહૂર્ત કાળ છે.
ભાવાર્થ-સર્વાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે, તેમાં એક મનુષ્યભવનું આયુષ્ય વધે છે તેથી સાધિક તેત્રીશ સાગરોપમ કહેલ છે.
___ 'साहिअ तित्तीसायर खइअं दुगुणं खओवसमं' ક્ષાયિકને આશ્રયિને સાધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે અને ક્ષાપશમિકને આશ્રયિને તેથી બમણી એટલે સાધિક છાસઠ સાગરેપમની સ્થિતિ છે. તે સમ્યત્વે સહિત દેશવિરતિ વિગેરે ગુણસ્થાનકના અંતર્ગતપણુએ જાણવી.