________________
૧૫૭
શ્રી વિચારસપ્તતિકા લંબાઈનું પ્રમાણ:
जोअणअसंख पोहत्ति संख ईसाणि अच्चि अचिमाली । वइरोअणं पहंकर, चंदाभं सूरिअ सुकामं ॥ ४८ ॥ . सुपइट्ठाभं रिटुं, मज्झे वट्ट बहिं विचित्तटुं ।
तेसिं पहु सारस्सय पमुहा तदुदुगपरिवारा ॥ ४९ ॥ અર્થ -તે કૃષ્ણરાજીઓ અસંખ્યાતા હજાર જન લાંબી છે, સંખ્યાતા હજાર જન પહોળી છે.
આ કૃષ્ણરાજીની ઈશાન વિગેરે દિશા વિદિશાના આંતરામાં અર્ચિ, અર્ચિમાલી વૈરેચન, પ્રશંકર, ચંદ્રાભ, સુકાલ, સુપ્રતિષ્ઠાભ, રિછાભ, નામના વિમાન છે. તેમાં મુખ્ય વિમાન વર્તુલાકારે અને બહારના આઠ વિચિત્ર આકારના છે તે વિમાનેના સ્વામી સારસ્વત વિગેરે કાંતિક દેવતાઓ છે તેઓ બે બેના સાથે પરિવારવાળા છે. ભાવાર્થ-કૃષ્ણરાજીઓની લંબાઈ -અસંખ્યાતા હજાર એજન
” પહોળાઈ –સંખ્યાતા હજાર જન
: ” ને વિસ્તાર (પરિધિ) –અસંખ્યાતા હજાર એજન કઈ મહર્તિક દેવતા જે ગતિથી ત્રણ ચપટી વગાડીએ તેટલી વારમાં આખા જબૂદ્વીપની ફરતી એકવીશ વાર પ્રદક્ષિણા આપે, તે દેવતા તે જ ગતિથી પંદર દિવસે એક કૃષ્ણરાજીનું ઉલ્લંઘન કરે, પણ બીજનું ઉલ્લંઘન કરી શકે નહિ. એટલી તે ઉંચી છે.
આ કૃષ્ણરાજીની ઈશાન વિગેરે દિશા તથા વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે બે બે રાજીની વચ્ચે ચાર દિશામાં ચાર અને બે-બે રાજીના ખૂણા ઉપર ચાર વિદિશામાં ચાર એમ આઠ વિમાને છે, તે આ પ્રમાણે. ૧ ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે વિદિશામાં અર્ચિ નામનું
વિમાન છે. ૨ પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીની વચ્ચે અર્ચિમાલી નામનું વિમાન છે. ૩ પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં વૈરેચન નામનું
વિમાન છે. ૪ દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે પ્રશંકર નામનું વિમાન છે. ૫ દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે વિદિશામાં ચંદ્રાભ નામનું વિમાન છે.