________________
૧૫૮
પ્રકરણ રત્નાવલી, ૬ પશ્ચિમની બે કૃણરાજીની વચ્ચે સૂરાભ નામનું વિમાન છે. ૭ પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં સુકાલ
નામનું વિમાન છે. ૮ ઉત્તરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે. ૯ તથા સર્વે કૃષ્ણરાજીઓના મધ્યભાગમાં રિષ્ટાભ નામનું વિમાન છે.
તે મુખ્ય વિમાન વર્તુલાકારે છે અને બહારના આઠ વિચિત્ર આકારના છે, કારણ કે તે આવલિકામાં રહેલા નથી. તે વિમાનથી અસંખ્યાતા હજાર યોજન દૂર અલેક છે. તે વિમાનના સ્વામી સારસ્વત વિગેરે લેકાંતિક દેવતાઓ છે. દેવને પરિવાર -
सत्तसय सत्त चउदस, सहसा चउदहिअ सगसहस सत्त । . .
नव नवसय नव नवहिअ, अव्वाबाहागिचरितुसु ॥ ५० ॥ અર્થ:-સારસ્વત અને આદિત્ય બને દેવને સાત ને સાત દેવોને પરિવાર છે. અગ્નિ અને વરૂણ બને દેવનો ચોદ હજાર ને ચોદ દેને પરિવાર છે. ગાય અને તુષિતને સાત હજાર ને સાત દેવેનો પરિવાર છે. બાકીના અવ્યાબાધ, આગ્નેય તથા રિષ્ટ એ ત્રણેમાં દરેકને નવસે ને નવ દેવોને પરિવાર છે.
ભાવાર્થ-અવ્યાબાધ, આગ્નેય અને શિષ્ટ એ ત્રણેમાં દરેકને આ ગ્રંથકારના મતે નવસે ને નવ દેવેને પરિવાર છે. તથા પ્રવચનસારે દ્વાર વિગેરે ઘણા ગ્રંથમાં તે છેલ્લા ત્રણ દેવોને મળીને નવસે ને નવ દેવને પરિવાર કહ્યો છે. '
તે સર્વ મળીને પરિવારના દેવ ૨૪,૪૫૫ છે.
પ્રવચનસારે દ્ધારના મત પ્રમાણે ૨૨,૬૩૭ થાય છે. નવ લેકાંતિક દેવના નામો:
सारस्सयमाइच्चा, वही वरुणा य गद्दतोया य ।
तुसिआ अव्वाबाहा, अग्गिया चेव रिहा य ॥ ५१ ॥ .. અથ-સારસ્વત, આદિત્ય, વલ્ડિ, વરૂણ, ગાય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય તથા રિષ્ટ આ પ્રમાણે નવ લેકાંતિક દે છે.
ભાવાર્થ-તે દેવતાઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે. તથા તેઓ સાત આઠ ભવે મોક્ષે જવાના હોય છે. કૃષ્ણરાજીઓનું પરસ્પર સ્પર્શ થવાનું સ્વરૂપ –
पुव्वंतर जम्मबहि, पुट्ठा जम्मतरा बहिं वरुणं । तम्मझुत्तर बाहि, उईणमज्झा बर्हि पुव्वं ॥ ५२ ॥