________________
૧૫૪
પ્રકરણ રત્નાવલી જાય છે, તથા ઊંચે સર્વે ક્ષેત્રોમાં સર્વે સૂર્યના કિરણને પ્રસાર એક જન સુધી છે. એ પ્રમાણે છએ દિશામાં પ્રસરતા કિરણનું પ્રમાણ કર્યું. | ભાવાર્થ –અઢારસે જન અદિશામાં પ્રકાશનું કારણ -સૂર્યથી આઠ
જન સમભૂતલ છે અને સમભૂતલની અપેક્ષાએ એક હજાર જન નીચે અધોગ્રામ છે. એ બે મળીને ૧૮૦૦ એજન સમજવા. જબુદ્વીપમાં જ દક્ષિણ અને ઉત્તરમાં સર્વદા સર્વ કિરણસર :
पइदिणमवि जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो। .
उडूढह गुणवीससया, अठिया पुवावरा रस्सी ॥४१॥ અર્થ –હમેશાં દક્ષિણ અને ઉત્તરના કિરણોને પ્રસર મેળવતાં અઠ્ઠોતેર હજાર અને હજારનો ત્રીજો અંશ એટલે ત્રણસે તેત્રીશ જન તથા એક યોજનાનો ત્રીજો ભાગ ૭૮૩૩૩ જન કિરણ પ્રસરે છે, તથા ઊર્વ અને અધે મળીને ઓગણીશ
જન કિરણ પ્રસરે છે. સૂર્યથી પૂર્વમાં અને પશ્ચિમમાં સૂર્યના કિરણે અસ્થિત છે. કેમકે સર્વે માંડલા માં હાનિ-વૃદ્ધિ થાય છે. છે. આ પ્રમાણે સૂર્યના તેજનો પ્રસર જંબુદ્વીપને વિષે જ જાણવો. કેમકે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલેદધિ સમુદ્ર, અને પુષ્કરાઈ દ્વીપમાં સૂર્યોના તેજને પ્રસર તે ચારે દિશામાં અધિક અધિક છે. ઊર્વ તથા અધે મળીને તે નવસે જન જ છે, કારણ કે ત્યાં અધોગ્રામ નથી.
તેનું સ્વરૂપ મંડળ પ્રકરણમાંથી જાણી લેવું. કારણકે ત્યાં અધોગ્રામ નથી. ૭ પર્યાપ્તિ દ્વાર -
વાણાસરાશિ-કસાનવમળ છ પતિ . ,
चउ पंच पंच छप्पिअ, इगविगलाऽमणसमणतिरिए ॥ ४२ ॥ અર્થ આહારપર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસે શ્વાસપર્યાપ્તિ, વચનપર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. એ છ પર્યાપ્તિ જાણવી. તેમાંથી એકેંદ્રિયને પહેલી ચાર પર્યાપ્તિ, વિકદ્રિયને પહેલી પાંચ પર્યાપ્તિ, અસંજ્ઞીને પણ પાંચ પર્યાપ્તિ અને સંસીપંચેંદ્રિય તિર્યંચને છએ પર્યાપ્તિ હોય છે.
गन्भयमणुआणं पुण, छप्पिअ पज्जत्ति पंच देवेसु ।
जं तेसि वयमणाण, दुवे वि पज्जत्ति समकालं ॥ ४३ ॥ અર્થ –ગર્ભજ મનુષ્યને છ પર્યાપ્તિ, સંમૂર્ણિમ મનુષ્ય અપર્યાપ્તપણે જ મરણ પામે છે તેથી પહેલી પાંચ પર્યાપ્તિ, તથા દેવ અને ઉપલક્ષણથી નારકીઓને પાંચ