________________
૧૫ર
પ્રકરણ રત્નાવલી રૂચકપ્રદેશ -
મેરૂ પર્વતના પૃથ્વીતળ ઉપર ચારે તરફથી બરાબર મધ્યમાં રહેલા આઠ આકાશપ્રદેશ છે તે રૂચકપ્રદેશ કહેવાય છે અને તે સમભૂતલને સ્થાને ગેસ્તનને આકારે ઉપર નીચે ચાર ચાર રહેલા છે. તેમાં ચારે બાજુએ બે બે પ્રદેશ છે તે ગાડાની ઉધીને આકારે આગળ વધતા વધતા છે, તે પૂર્વાદિ ચારે મહાદિશાઓ છે અને એક પ્રદેશરૂપ જે ચાર રૂચક મુક્તાફળની શ્રેણીને આકારે રહેલા છે તે ચારે વિદિશાઓ છે. તથા ચાર પ્રદેશવાળી સમશ્રેણીએ દેવું અને અદિશા છે.
આ રીતે જંબુદ્વીપની જગતીમાં વિજ્યદ્વાર તરફ પૂર્વ દિશા વૈજયન્તકાર તરફ દક્ષિણદિશા, જયંતદ્વાર તરફ પશ્ચિમદિશા અને અપરાજિતદ્વાર તરફ ઉત્તરદિશા છે. આ પ્રમાણે ક્ષેત્રદિશાઓને નિર્ણય જાણવો. સૂર્યને પ્રસાર
सगचत्तसहस्स दुसई, तेवट्ठा तहिगवीससट्ठसा ।
पुव्वावरकरपसरो, कक्के सूरा अहुत्तरउ ॥ ३६ ॥ અર્થ –કર્કસંક્રાંતિને પહેલે દિવસે સુડતાલીશ હજાર બસે ને ત્રેસઠ જન તથા એક એજનના સાઠ ભાગ કરીએ તેવા એકવીશ ભાગ (૪૭૨૬૩૭) એટલે સૂર્યથી પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં કિરણને પ્રસાર છે. •
ભાવાર્થ –કસંક્રાંતિના પ્રથમ દિવસે બન્ને દિશાનું મળીને ઉદય અને અસ્તનું અંતર ૯૪પર૬ જન હોય છે.
असिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे ।
असिइसयं लवणेऽवि अ, तित्तीससहस्स सतिभागा ॥३७॥ અર્થ -પીસ્તાલીશ હજાર એજનમાં એકસેએંશી જન ઓછા એટલે ૪૪,૮૨૦ જન ઉત્તરદિશામાં મેરૂ સુધી કિરણે પ્રસરે છે દક્ષિણદિશામાં દ્વીપ સંબંધી ૧૮૦ જન અને લવણસમુદ્રમાં (૩૩,૩,૩૩૩ ભાગ) તેત્રીશહજાર ત્રણતેત્રીશ જન તથા એક જનને ત્રીજો ભાગ પ્રસરે છે.
ભાવાર્થ –સર્વ અત્યંતર મંડલમાં વર્તતે સૂર્ય કર્કસંક્રાંતિને પહેલે દિવસે એક ને એંશી જન જગતથી દ્વીપની અંદર હોય છે તેથી ૪૫,૦૦૦ એજનમાં તેટલા
જન ઓછા = ૪૪,૮૨૦ જન ઉત્તરદિશામાં રવિકિરણ પ્રસર. અને ૧૮૦ એજન દ્વીપસંબંધી ૩૩૩૩૩ યોજન. ૩૩૫૧૩૩ એજન દક્ષિણ દિશામાં રવિકિરણપ્રસર.
આ જ પ્રમાણે જંબુદ્વીપમાં રહેલા બીજા સૂર્યને પણ કિરણપ્રસર જાણી લે.