________________
શ્રી વિચારસપ્તતિકા
૧૪૯ * ઇંદ્રવજ, પુષ્કરિણી હોય છે. આ જ પ્રકારો જિનભવનમાં તથા પાંચ સભાઓમાં દરેક દ્વારે હોય છે. - ભાવાર્થ –પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એક–એક દ્વાર હોય છે. - ૧ તે ત્રણે કારમાં પ્રવેશ કરતાં પ્રથમ મુખમંડપ હોય છે.
૨ તેની આગળ પ્રેક્ષામંડપ હોય છે.
૩ તેની આગળ સ્તૂપ હોય છે, તે સ્તૂપની ઉપર આઠ મંગળ હોય છે, સ્તૂપની ચારે દિશાઓમાં એક-એક મણિપીઠ હોય છે, તે દરેક મણિપીઠ ઉપર સ્તૂપની સન્મુખ અનુક્રમે ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ નામની એક-એક જિનપ્રતિમા હોય છે.
૪ તે સ્તૂપની આગળ ચિત્યવૃક્ષ હોય છે. પ તેની આગળ ઇંદ્રવજ હોય છે. ૬ તેની આગળ જળથી ભરેલી પુષ્કરિણી હોય છે. આ છ પ્રકારે જિનભવનમાં તથા પાંચ સભાઓમાં દરેક દ્વારે હોય છે.
જિન ભવન તથા સભા વિગેરે નવેનું પ્રમાણ તથા મુખમંડપ વિગેરેનું પ્રમાણ રાજપ્રશ્રીય ઉપાંગ આદિ સૂત્રથી જાણી લેવું. મૂળ પ્રાસાદાવર્તાસકનું સ્થાન :
ओआरियलयणमि अ, पहुणो पणसीइ हुंति पासाया ।
तिसय इगचत्त कत्थय, कत्थवि पणसट्टि तेरसया ॥ ३० ॥ અર્થ –તે પ્રકારની મધ્યમાં સર્વત્ર ઉપઠારિકાલયન એટલે પીઠિકાઓ હોય છે. તે સર્વ પીઠિકાઓની ઉપર વિમાનના હવામીના પંચાશી પ્રાસાદ હોય છે. કેઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર ત્રણસો ને એકતાળીશ પ્રાસાદે હેય છે અને કઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર એક હજાર ત્રણ ને પાંસઠ પ્રાસાદે હોય છે.
ભાવાર્થ – સૈધર્મ વિમાનમાં ચારે તરફ પ્રાકાર છે, તે ત્રણસે જન ઊંચે, મૂળમાં સે જન પહોળ, મધ્યમાં પચાસ એજન પહોળો અને ઉપર પચીશ એજન પહેળો છે.
ભવનપતિનિકાયના ભવનમાં રહેલો પ્રાકાર ઊંચાઈ અને પહોળાઈમાં સૈધર્મ વિમાનના પ્રાકાર કરતાં અર્ધ પ્રમાણવાળે છે.
તે પ્રકારની મધ્યે ઉપર કહ્યા મુજબ પીઠિકા અને પ્રાસાદ હોય છે.