________________
૧૪૪
પ્રકરણ રત્નાવલી
૧,૦૧૩,૪૦૪૩ = ૩,૦૪,૦૨૦ અતીત, અનાગત, વર્તમાન ત્રણ કાળ. ૩,૦૪૦૨૦૪૬ = ૧૮,૨૪,૧૨૦ અરિહંત, સિદ્ધ, સાધુ, સમ્યગ્દષ્ટિ ઇંદ્રાદિદેવ ગુરુ અને કેઈ ઠેકાણે . આત્મસાક્ષી ૧૮,૨૪,૧૨૦૪૨ = ૩૬,૪૮,૨૪૦ આભેગ અને અનાગ ૩ કેટિશિલા દ્વાર
जोयणपिहुलायामा, दसन्नपव्वयसमीवकोडिसिला ।
जिणछक्कतित्थसिद्धा, तत्थ अणेगा उ मुणिकोडी ॥ १८ ॥ અર્થ: ઉત્સધ અંગુલના માપથી એક જન પહોળી, એક જન લાંબી અને એક યોજન ઊંચી (જાડી કેટિશિલા નામની ગોળશિલા ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ દેશમાં દશાર્ણ પર્વતની સમીપે છે. તે કેટિશિલા ઉપર શ્રી શાંતિનાથ જિનેશ્વરથી આરંભીને છ તીર્થકરોના તીર્થના ત્યાં અનેક ક્રોડ મુનિઓ સિદ્ધ થયા છે. કેટિશિલા ઉપર સિદ્ધ થયેલાનું વર્ણન
पढमं संतिगणहर-चक्काउहणेगसाहुपरियरिओ।
बत्तोसजुगेहिं तओ, सिद्धा संखिज्जमुणिकोडी ॥ १९ ।। અથ –કેટિશિલા ઉપર પ્રથમ શ્રી શાંતિનાથ જિનેશ્વરના પ્રથમ ગણધર શ્રી ચકાયુધ અનેક સાધુ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ત્યારપછી તેમની પટ્ટપરંપરામાં બત્રીશ પાટ સુધી સંખ્યાતા કરોડ મુનિઓ સિદ્ધ થયા છે.
संखिज्जा मुणिकोडी, अडवीसजुगेहि कुंथुनाहस्स । ___ अरजिण चउवीसजुगा, बारसकोडीओ सिद्धाओ ॥ २० ॥
અર્થ – શ્રી કુંથુનાથસ્વામીના તીર્થમાં અઠ્ઠાવીશ પાટ સુધી સંખ્યાતા કરોડ મુનિએ સિદ્ધ થયા છે. તથા શ્રી અરનાથ જિનેશ્વરના તીર્થમાં વીશ પાટ સુધી બાર કરોડ મુનિઓ સિદ્ધ થયા છે.
मल्लिस्स वीसजुगा, छ कोडि मुणिसुव्वयस्स कोडितिगं ।
नमितित्थे इगकोडी, सिद्धा तेणेव कोडिसिला ॥ २१ ॥ અર્થ–શ્રી મલ્લિનાથ જિનેશ્વરના તીર્થમાં વિશ પાટ સુધી છ કરોડ સાધુઓ સિદ્ધ થયા છે. તથા શ્રી મુનિસુવ્રત જિનેશ્વરના તીર્થમાં ત્રણ કરોડ મુનિઓ સિદ્ધ થયા. છે. તથા શ્રી નમિનાથ તીર્થકરના તીર્થમાં એક કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. (તે સિવાય બીજા પણ ઘણુ મુનિએ ત્યાં સિદ્ધ થયા છે, તેથી તે શિલા ઉ૫૨ કરોડ મુનિએ સિદ્ધ થવાના કારણે તે કેટિશિલા નામે ઓળખાય છે.