________________
શ્રી વિચારસપ્તતિકા
અર્થ –ઉપર કહેલા પાંચસે તેસઠ ભેદોને અભિહત વિગેરે દશપદથી ગુણવાથી પાંચ હજાર છસોને ત્રીશ ભેદ થાય છે (પ૬૩૦ તેને રાગ-દ્વેષ બે પ્રકારે ગુણવાથી અગીયાર હજાર બસોને સાઠ (૧૧,ર૬૦) ભેદ થાય.
मणवयकाए गुणिआ, तित्तीस सहस्स सत्तसयसीया ।
करकारणानुमइए, लक्खं सहसो तिसय चाला ॥ १५ ॥ અથ તે (૧૧,ર૬૦)ને મન, વચન અને કાયાથી ગુણવાથી તેત્રીશ હજાર સાતસેને એંશી (૩૩,૭૮૦) ભેદ થાય છે. તેને પણ કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ કરણથી ગુણવાથી એક લાખ, એક હજાર ત્રણને ચાલીશ (૧,૦૧,૩૪૦) ભેદ થાય છે.
कालतिगेण गुणिआ, ति लक्ख चउ सहस्स वीसमहिआय ।
अरिहंतसिद्धसाहु-देव य गुरु अप्पसरखीहि ॥ १६ ॥ , अट्ठारस लखाई, चउवीस सहस्स एग्गवीसहिआ ।
इरिआमिच्छादुक्कड-पमाणमेअं सुए भणियं ॥ १७ ॥ અર્થ તે (૧,૦૧,૩૪૦) ને ત્રણ કાળથી એટલે અતીત, અનાગત અને વર્તમાનથી ગુણવાથી ત્રણ લાખ, ચાર હજાર ને વીસ (૩,૦૪,૦૨૦) ભેદ થાય છે. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, સમ્યગદષ્ટિ ઇંદ્રાદિ દે. ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છે એ ગુણવાથી અઢારલાખ જેવીસહજાર, એસેને વિશ (૧૮,૨૪,૧૨૦) ભેદ થાય છે. આ પ્રમાણે ઈર્યાપથિકીના મિથ્યાદુકૃતનું પ્રમાણ શ્રુતમાં કહેલું છે.
ભાવાર્થ: ત્રણ કાળથી એટલે અતીતકાળ સંબંધી પાપને નિંદુ છું. અનાગત ભવિષ્યકાળ સંબંધી પ્રત્યાખ્યાન કરું છું અને વર્તમાનકાળ સંબંધી પાપને સંવરું છું.
કેઈ ઠેકાણે આભોગ અને અનાભોગરૂપ બેથી ગુણવાથી છત્રીશલાખ, અડતાલીસહજાર, બસ ને ચાળીસ (૩૬,૪૮,૨૪૦) ભેદે કહેલા છે.
ઈર્યાપથિકીના મિથ્યાદુકૃતતું પ્રમાણ પ૬૩ જીવના ભેદ પ૬૩૪૧૦ = ૫,૬૩૦ અભિહત વગેરે દશપદ ૫,૬૩૦૪૨ = ૧૧,૨૬૦ રાગ દ્વેષ ૧૧,૨૬૦૪૩ = ૩૩,૭૮૦ મન, વચન, કાયા ૩૩,૭૮૦૪૩ = ૧,૦૧૩૪૦ કરણ, કરાવણ, અનુમોદન