________________
શ્રી વિચારસપ્તતિકા
૧૪૧ * હોય છે, તે અશાશ્વતી પ્રતિમાઓ ઘણા લાખ મેટિ કેટિ છે. તે તથા પૂર્વે કહેલી શાશ્વતી પ્રતિમાઓ, તે સર્વને હું ભાવથી સમકાળે જ પ્રણામ કરું છું. સુગંધી જલવડે સ્નાન કરાવું છું, ચંદન અને પુષ્પાદિકથી પૂજા કરું છું. તથા મનથી ધ્યાન કરું છું. આ પ્રમાણે ચિતવવું ૨ ઇપથિકી મિથ્યાદુકૃત કાર
चउदसपय अडचत्ता, तिगहिअतिसइ सयं च अडनउअं ।
चउगइ दसगुण मिच्छा, पण सहसा छ सय तीसा य ।। ८॥ અર્થ -નરકના જીવના જૈદ ભેદ, તિર્યંચનાં અડતાલીશ ભેદ, મનુષ્યના ત્રણસેને ત્રણ ભેદ તથા દેવતાઓના એક અઠ્ઠાણુ ભેદ એ પ્રમાણે ચારે ગતિમાં ઉત્પન્ન થતા જીવના કુલ પાંચસેને ત્રેસઠ ભેદે છે તેને ઈર્યાપથિકી દંડકની સાતમી સંપદામાં કહેલા અભિયા વિગેરે દસ પદેથી ગુણવાથી પાંચ હજાર છસેને ત્રીશ (૫૬૩૦) મિથ્યાદુષ્કૃતના સંક્ષેપથી ભેદ કહેલા છે. જીવભેદોની સમજુતી
नेरआ सत्तविहा, पजत्तापजत्तणेण चउदसहा । अडचत्ताइ संखा, तिरिनरदेवाण पुण एवं ॥९॥ भूदग्गिवाउणंता, वीसं सेसतरु विगल अद्वैव ।
गम्भेयर पज्जेयर जल थल नह उर भुआ वीसं ॥ १०॥ અર્થ -રત્નપ્રભા પૃથ્વી આદિ સાત ભેદથી નારકીઓ સાત પ્રકારના છે, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી ચાર પ્રકાર થાય છે. તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય સૂક્ષમ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ વીશ ભેદ, બાકીના પ્રત્યેક વનસ્પતિકાય, વિકલેંદ્રિય (બેઇદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય) તે ચારે પર્યાપ્ત ને અપર્યાપ્ત આઠ ભેદ, જલચર, સ્થળચર, બેચર, ઉર પરિસર્પ અને ભુજપરિ સર્પ એ પાંચે ગર્ભજ અને સંમૂછિમ તથા પર્યાય અને અપર્યાપ્ત એમ ચારે ગુણતાં વિશ ભેદ થાય એ સર્વે મળીને તિર્યંચના અડતાલીશ ભેદ થાય છે. મનુષ્યના ભેદો
पनरस तीस छपना, कम्माकम्मा तहंतरद्दीवा ।
गब्भा पज्ज अपज्जा, समुच्छ अपज्जा तिसय तिनि ॥११॥ અથ:-૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, પ૬ અંતરદ્વીપ તે ૧૦૧ ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યો થાય છે. તેને પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ ગણતાં ૨૦૨ ભેદ, તથા એક