________________
શ્રી વિચારસપ્તતિકા
પરમાત્માના પવિત્ર શાસનમાં પૂર્વાચાર્યોએ ભવ્યજીના ઉપકાર માટે આગામોમાંથી પ્રકરણગ્રંથની અનેક પ્રકારે રચના કરી છે તેમાં વિચારસપ્તતિકા પણ છે આ પ્રકરણમાં જુદા જુદા બાર વિષય છે. " “પ્રતિમાના દ્વારમાં શાશ્વત-અશાશ્વત પ્રતિમાઓ અંગે મતાંતરપૂર્વક જણાવ્યું છે, શાશ્વતી પ્રતિમાના સ્થાનમાં તિલકન ચૈત્યનાં સ્થાનેની વિગત કહેલી છે. ઈરિયાવહિયા’ ના મિચ્છામિ દુક્કડમ પ્રસંગે પ૬૩ ના ભેદ બતાવી દીધા છે, કૃષ્ણરાજીના વિચારમાં નવલકાંતિકનું સ્વરૂપ બતાવ્યું છે. આ રીતે આ સંપૂર્ણ પ્રકરણ વાંચવા-વિચારવા તેમજ સમજવા યોગ્ય છે. વિશ્વની સ્થિતિને વિચાર કરનાર શ્રી સર્વજિનેશ્વરને નમસ્કાર કરીને હું આ વિચારસપ્તતિકા નામના ગ્રંથનો કાંઈક સંક્ષેપથી અર્થ કહું છું.
આ સર્વજ્ઞપ્રણીત પ્રવચનમાં અનેક વિચારો રહેલા છે, પરંતુ આ ગ્રંથમાં શ્રી મહેન્દ્રસિંહસૂરીશ્વરે કાર વિચારોને સંગ્રહ કર્યો છે. બાર વિચારોનાં નામ- -
पडिमा मिच्छा कोडी, चेइअ पासाय रविकरप्पसरो ।।
पजत्ति किन्ह वलया, नंदी गिहिकिरिअ गुणठाणा ॥१॥ અર્થ -(૧) પ્રતિમા, (૨) મિથ્યાદુષ્કૃત, (૩) કેટિશિલા, (૪) ચૈત્ય, (૫) પ્રાસાદ, (૬) સૂર્યકિરણ પ્રસર, (૭) પર્યાપ્તિ, (૮) કૃષ્ણરાજી, (૯) વલયાકાર પર્વત, (૧૦) નંદીશ્વર દ્વિીપ, (૧૧) ગૃહિકિયા, (૧૨) ગુણસ્થાનકને વિચાર.
ભાવાર્થઆ બાર દ્વારોને વિચાર આ વિચારસરૂતિકા ગ્રંથમાં કર્યો છે? ૧ પ્રતિમા ઃ શાશ્વતી પ્રતિમાઓની સંખ્યાનો વિચાર. ૨ મિરછા ઈર્યાપથિકના મિથ્યાદુષ્કતની સંખ્યાને વિચાર. ૩ કેટિશિલા-કેટિશિલાના સ્વરૂપનો વિચાર ૪ ચૈત્ય, શાશ્વતા, સિદ્વાયતનેની સંખ્યાને વિચાર. ૫ પ્રાસાદ દેના વિમાનોના આકારને વિચાર. ૬ રવિકિરણપ્રસર–છ દિશાઓમાં સૂર્યના કિરણે કેટલા પ્રસરે છે તેને વિચાર. ૭ પર્યાપ્તિ-દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને આશ્રયીને છે પર્યાપ્તિઓને વિચાર.